સમાજ સુરક્ષા ખાતા દ્વારા ખાસ કેમ્પ યોજી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણી કરાઈ
અમરેલી વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા ખાતા અને આરોગ્ય ખાતા દ્વારા ૩ ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના દિવ્યાંગો માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુ.ડી.આઈ.ડી. કાર્ડ માટેના વિશેષ કેમ્પનું કે. કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ અંગે માહિતી આપતા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સૈયદએ જણાવ્યું હતું કે કેમ્પમાં હલન-ચલન માટેની અશકતતા, સેરેબ્રલ પાલ્સી, બૌદ્ધિક અસમર્થતા, માનસિક બીમાર, અંધત્વ અને ઓછી દ્રષ્ટિની દિવ્યાંગતા ધરાવતા દીવ્યાંગો માટે કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં અમરેલી જિલ્લાના કુલ ૧૬૪ દીવ્યાંગોએ લાભ લીધો હતો.
અમરેલી જિલ્લા અંધજન તાલીમ કેન્દ્ર ખાતે મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા વધે અને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી દિવ્યાંગ મતદારોની મતદાર યાદીમાં નોંધણી તથા સુધારણા માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૨ દિવ્યાંગજન વ્યક્તિઓએ લાભ લીધેલ હતો.
Recent Comments