ગુજરાત

પગારના મુદ્દે કર્મચારીઓ દ્વારા શેઠ ઉપર હુમલો કરી મોત ને ઘાટ ઉતાર્યા

અમદાવાદ શહેરના ચાંદખેડામાં બે જવેલર્સમાં ચોરી કરીને પોલીસ ને દોડતી કરનાર આરોપીઓને પકડવામાં આખરે સફળતા મળી છે. જાેકે આરોપીઓએ ચોરી કરવા માટે યુ ટ્યુબ પર વીડિયો જાેઇને જરૂરી સાધન સામગ્રી ખરીદી અને બાદમાં ચોરીના બનાવને અંજામ આપ્યો. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીનગરના દહેગામ જી.આઈ.ડી.સીમાં પીવીસી પાઈપ બનાવતી ફેક્ટરી ધરાવતા અને અમદાવાદના બાપુનગરમાં હીરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી ગૌતમ પટેલની કરપીણ હત્યા કરનાર શ્રમિકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ૮,જુલાઈના રોજ ફેકટરીમાં કામકાજ કરતા ગૌતમ પટેલની તેના જ કારીગર અખિલેશ બિહારીએ માથામાં ઉપરા છાપરી ૩૫ ફટકા મારી હત્યા કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધરે ક્રાઇમ બ્રાન્ચે બિહારથી અખિલેશની ધરપકડ કરી હત્યા અંગે પૂછપરછ કરતા પગારના બે હજાર રૂપિયા અને માલિક અસભ્ય વર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે.બાકી પગારના ૨ હજાર રૂપિયા અને માલિકના અસભ્ય વર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. જાેકે અખિલેશના મોબાઇલ નંબર કોલ ડિટેઇલની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચને એક કડી મળી હતી. જેના આધારે આરોપી બિહારમાં હોવાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બિહાર રવાના થઈ હતી. જ્યાંથી આરોપીને ઝડપી લીધો છે. ક્રાઇમ બ્રાંન્ચે હત્યાના આરોપી અખિલેશના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે કે હત્યા કરવા પાછળ કારણ પગારના ૨ હજાર રૂપિયા માંગવા બાબતે છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપી અખિલેશ બિહારી માલિકની હત્યા કર્યા બાદ ડ્રોવરમાંથી ૬૦ હજાર રૂપિયા રોકડ અને મૃતકના મોબાઇલ ચોરી કરી નાસી ગયો હતો. ફેક્ટરી માલિકની ક્રૂર હત્યા કર્યા પછી આરોપી મજૂર અખિલેશ બિહાર ભાંગી ગયો હતો ત્યાં છુપાતો ફરતો હતો. તેવામાં બીજી બાજુ મૃતક ગૌતમ પટેલ પાસે આરોપીના કોઈ પુરાવો ન હતો જેથી ઓળખ થઈ ન હોવાથી શોધખોળ મુશ્કેલ બની હતી.

Related Posts