બોલિવૂડ

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં ૯ ડિસેમ્બરે લગ્ન કરશે

રાજસ્થાનના સવાઇ માધોપુરના કલેકટરની એક ચિઠ્ઠી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ૯ ડિસેમ્બરના રોજ કેટરિના કૈપ અને વિક્કી કૌશલ લગ્ન કરી રહ્યા છે. તેથી જિલ્લામાં આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા તથા મીટિંગને લઇને સૂચના આપવામાં આવી છે. આ લગ્નમાં ટોચના ૧૨૦ સેલિબ્રિટીઓ જેમણે બન્ને વેકસિન લીધા હોય તેમને આમંત્રણ આપવામાં આવ્યા છે. આમંત્રિતોએ કોવિડ-૧૯ની તમામ સૂચનાઓનું પાલન કરવું પડશે.જેમણે આરટી-પીસીઆર ટેસ્ટ નહીં કરાવી હોય તેમને લગ્નમાં સામેલ થવા દેવામાં આવશે નહીં. કેટ અને વિક્કીના લગ્નની વિવિધ વિધીઓ ૭ ડિસેમ્બરથી શરૂ થઇ ૧૦ ડિસેમ્બરના રોજ પુરી થશે. આ ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કતે, અભિનેતા વિક્કી કૌશલ અન ેકેટરિન ાકૈફના લગ્ન સમારોહના આયોજન પહેલા એક આવશ્યક મીટિંગ ગોઠવવામાં આવી છે. જેમાં જરૂરી વ્યવસ્થાઓ, કાનીની વ્યવસ્થા વગેરે બાબતોને લઇને મીટિંગ રાખવામાં આવી છે. આ ચિઠ્ઠી વાયરલ થયા પછીકેટરિના કૈફ અને વિક્કી કૌશલ ૯ ડિસેમ્બરના રોજ લગ્ન કરી રહ્યા છે, તે વાતને સમર્થન મળ્યું છે. કહેવાય છે કે, લગ્નમાં આવનારા મહેમાનો માટે સસુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન ચર્ચામાં છે. યુગલે તેમજ તેમના પરિવારજનોએ સત્તાવાર રીતે આ લગ્નની ઘોષણા કરી નથી. તેઓ રાજસ્થાનના સવાઇ માધોપોરમાં લગ્ન કરવાના છે. હવે તેમના લગ્ન વિશે એક એપડેટ આવ્યા છે.

Related Posts