દેશમાં ૪૦થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવા ભલામણ
દેશના ટોચના જિનોમ વૈજ્ઞાાનિકોએ ૪૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી છે. ઈનસાકોગ કોરોનાના જિનોમિક પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરિક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે. ભારતીય સાર્સ-કોવ-૨ જિનોમિક્સ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ (ઈનસાકોગ)ના સાપ્તાહિક બુલેટિનમાં જણાવાયું હતું કે, બધા જ બીન-જાેખમવાળા લોકોનું રસીકરણ અને ૪૦ વર્ષ તથા તેનાથી વધુ વયના લોકોને બુસ્ટર ડોઝ આપવા સરકારે વિચાર કરવો જાેઈએ. પહેલા સૌથી વધુ જાેખમવાળા લોકોને ટાર્ગેટ કરવા પર વિચાર કરી શકાય છે, કારણ કે ભલે વર્તમાન રસીથી ઓમિક્રોનને અસર નહીં થવાની સંભાવના છતાં આ વેરિઅન્ટથી ગંભીર બીમારી થવાનું જાેખમ પણ ઓછું છે. દરમિયાન સિરમ ઈન્સ્ટિટયૂટના અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડનો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા માટે દવા નિયામકની મંજૂરી માગી છે.
Recent Comments