નાણા મંત્રાલયે ૩.૭૩ લાખ કરોડના સપ્લિમેન્ટરી ડિમાન્ડ સંસદમાં રજૂ કરી

નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ આજે લોકસભામાં બીજી સપ્લિમેન્ટરી ડિમાન્ડ રજૂ કરી હતી. ત્યારબાદ નાણા પ્રધાન ર્નિમલા સિતારમને રાજ્યસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની સપ્લિમેન્ટરી ડિમાન્ડ રજૂ કરી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર ૬૨,૦૫૭ કરોડ રૃપિયા એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપની(એઆઇએએચએલ)માં મૂડી ઠાલવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં સરકારે એર ઇન્ડિયાને વેચવા માટે ટાટા સન્સ સાથે શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૩૧ ઓગસ્ટના રોજ એર ઇન્ડિયાનું કુલ દેવું ૬૧,૫૬૨ કરોડ રૃપિયા હતું.સરકારે આજે સંસદ પાસે એર ઇન્ડિયા એસેટ્સ હાલ્ડિંગ કંપની(એઆઇએએચએલ) માટે ૬૨,૦૦૦ કરોડ રૃપિયાની મૂડી ઠાલવવાની મંજૂરી માગી છે. એર ઇન્ડિયાના ખાનગીકરણ પછી એર ઇન્ડિયાનું દેવું અને બાકી રહેલી મિલકતો આ કંપનીમાં સામેલ કરવામાં આવી છે.ચાલુ નાણાકીય વર્ષમાં ૩.૭૩ લાખ કરોડ રૃપિયાના વધારાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. વધારાના ખર્ચમાં ૫૮,૪૩૦ કરોડ રૃપિયાની વધારાની ખાતર સબસિડી, ૫૩,૧૨૩ કરોડ રૃપિયા વિલંબિત નિકાસ પ્રોત્સાહનો અને ૨૨,૦૩૯ કરોડ રૃપિયા ગ્રામીણ વિકાસ મંત્રાલય માટેની રકમનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય માટેની આ રકમ નેશનલ રૃરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ફંડ માટે ફાળવવામાં આવશે.

Recent Comments