fbpx
રાષ્ટ્રીય

ન્યુયોર્કમાં ઓમિક્રોનના ૫ કેસ અને ફ્રાન્સમાં ૮ કેસ નોંધાતા સરકારો ચિંતિત

વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોની ટીમ દક્ષિણ આફ્રિકાના ગાઉટેન્ગ પ્રાંતમાં ધસી ગઇ છે. ઓમિક્રોનનું કેન્દ્ર ગણાતાં આ પ્રાંતમાં સર્વિલિયન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે. આ ટીમ હાલ નવા વાઇરસના જેનોમિક સિકવન્સિંગ કરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ૮૦ ટકા કોરોનાના કેસ ગાઉટેન્ગ પ્રાંતમાં નોંધાયા છે. ગુરૂવારે આ પ્રાંતમાં નવા ૧૧,૫૦૦ કેસો નોંધાયા હતા જે આગલા સપ્તાહે ૮૫૦૦ હતા.દરમ્યાન ફ્રાન્સમાં ઓમિક્રોનના આઠ કેસો નોંધાયા છે અને બીજા તેર કેસો શંકાસ્પદ છે. ફ્રાન્સમાં કોરોનાના કુલ ૭૮ લાખ કેસો નોંધાયા છે અને એક લાખ વીસ હજારના મૃત્યુ થયા છે. બીજી તરફ જર્મનીમાં કોરોનાના નવા ૨૪,૬૭૪ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૬૦,૫૧,૪૭૦ થઇ છે જ્યારે ૧૩૬ જણાના મોત થતાં કુલ કોરોના મરણાંક ૧,૦૩,૦૪૫ થયો હતો. હાલ જર્મનીમાં કોરોનાના સવા નવ લાખ કોરોનાના દર્દીઓ મોજૂદ છે. હાલ જર્મનીમાં એક ટકા કરતાં વધારે વસ્તીને કોરોનાનો ચેપ લાગ્યો છે. દરમ્યાન શ્રીલંકામાં ઓમિક્રોનને પહેલો કેસ નોંધાયો હોવાનું આરોગ્ય સેવાના ડેપ્યુટી ડાયરેકટર જનરલ હેમંત હેરથે જણાવ્યું હતું. દરમ્યાન દુનિયામાં કોરોનાના નવા ૨,૩૦,૯૬૨ કેસો નોંધાવાને કુલ કેસોની સંખ્યા ૨૬૪,૬૭૨,૩૩૭ થઇ છે અને ૪૦૫૪ મરણ થવાને કારણે કુલ મરણાંક ૫૨,૫૩,૮૦૫ થયો હતો.કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હવે દુનિયાભરના દેશોમાં પગદંડો જમાવ્યો છે. આજે યુએસના ન્યુયોર્ક શહેરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પાંચ કેસો નોંધાયા હતા. આમિક્રોનના કેસો હવે ભારત, જાપાન,સાઉદી અરબ, મલેશિયા, સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં પણ નોંધાયા છે અને દર કલાકે ઓમિક્રોનના નવા કેસો વધી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો તે આજે ભારત સહિત ૨૪ દેશોમાં પ્રસરી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એશિયા-પેસેફિક વિસ્તારમાં આવેલા દેશોને આરોગ્ય સેવાઓ વધારે મજબૂત બનાવવાની અને લોકોનું રસીકરણ કરવા પર ભાર મુક્યો હતો. હૂના પ્રાદેશિક ડાયરેકટર તાકેશી કાસાઇએ જણાવ્યું હતું કે કોરોના મહામારીનો અંત આવ્યો નથી. હું જાણું છું કે ઓમિક્રોનને કારણે લોકો ચિંતાતુર છે પણ આપણે આજે આ વાઇરસને જેટલો બહેતર રીતે કાબૂમાં લઇશું એટલી તેની આરોગ્ય, સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ પર ઓછી અસર પડશે. દરમ્યાન ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે ન્યુયોર્કમાં ઓમિક્રોનના પાંચ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. એક સુફોક કાઉન્ટીમાંથી, બે ક્વિન્સમાંથી, એક બ્રૂકલિનમાંથી અને એક પ્રવાસી ઓમિક્રોનનો દર્દી હોવાનું જણાયું છે. મેયર બિલ દ બ્લાસિઓએ જણાવ્યું હતું કે આ ઓમિક્રોન સમુદાયના ધોરણે પ્રસરી રહ્યો છે અને તે કોઇ એક ઘટના સાથે સંકળાયેલો નથી. દરમ્યાન કેલિફોર્નિયા અને મિનેસોટા બાદ ડેનવરમાં પણ આજે ઓમિક્રોનનોે કેસ નોંધાયો હતો. ડેનવરમાંં એક મહિલા આફ્રિકાનો પ્રવાસ કરીને પાછી આવી હતી તેને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઓમિક્રોનના પાંચ કેસ નોંધાયા છે. કોરોનાના કેસો વધવાને પગલે ઓન્ટારિયોમાં જેમની વય ૫૦ વર્ષ કરતાં વધારે હોય તેમને બૂસ્ટર ડોઝ આપવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. ઓન્ટારિયોમાંં ૭૦ વર્ષના ૨૦ ટકા કરતાં વધારે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. જેમણે કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધો હોય તેમને છ મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાંં આવે છે. બ્રાઝિલમાં ઓમિક્રોનના આજે બે નવા કેસો વધવાને પગલે ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને પાંચ થઇ છે. બીજા આઠ કેસોની હજી તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts