અમરેલી

સામાન્‍ય ચૂંટણીમાં સરપંચ માટે 1પ1ર અને સદસ્‍ય માટે 7844 ઉમેદવારીપત્રક રજુ થયા

અમરેલી જિલ્‍લાની 489 ગામ પંચાયતની ચુંટણી માટે દાવેદારી કરવાના અંતિમ દિવસે સદસ્‍ય માટે 7844 ઉમેદવારીપત્રક રજુ થયા છે અને સરપંચ માટે 1પ1ર ઉમેદવારીપત્રક રજુ થયા છે.

જેમાં અમરેલીની 60 ગામ પંચાયતો માટે 86ર, વડિયાની 39 ગામ પંચાયત માટે 71ર, બગસરાની 34 ગામ પંચાયત માટે 47પ, લાઠીની 36 માટે 484, બાબરાની 44 માટે 70પ, ધારીની 4ર માટે 6ર7, ખાંભાની 43 માટે 736, સા.કુંડલાની 63 માટે 981, લીલીયાની 34 માટે 4પ1, રાજુલાની પ8 માટે 1131 અને જાફરાબાદની 36 ગામ પંચાયતની સામાન્‍યચુંટણી માટે 680 ઉમેદવારીપત્રક રજુ થયા છે.

જયારે અમરેલી જિલ્‍લાની 38 ગામ પંચાયતની પેટા ચુંટણીમાં સરપંચ માટે માત્ર 14 અને સભ્‍ય માટે માત્ર પાંચ જ ઉમેદવારીપત્રક રજુ થયા છે. સમગ્ર ચિત્ર મંગળવાર સુધીમાં સ્‍પષ્‍ટ થઇ જશે.

Related Posts