અમરેલી જિલ્લાનાં થોરડી ગામમાં જ્યાં આઝાદી બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નથી.ત્યારે હાલ ગ્રામ પંચાયત ની ચૂંટણી બિનહરીફ થતાં સૌને અચંબિત કરી દિધા છે. વાત એમ છે કે સાવરકુંડલા તાલુકામાં પંચાયત રાજ આવ્યા બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નહોતી. ચૂંટણીનાં કારણે ગામ હંમેશા જ્ઞાતિવાદ અને કુટુંબવાદનાં કારણે હંમેશા વિખવાદગ્રસ્ત રહ્યું હતું.જેનાં કારણે ગામનો વિકાસ રૂંધાઈ ગયો હતો. ત્યારે ગામનાં કેટલાક આગેવાનોએ આજે આ બાબતે એક નવી શરૂઆત કરીને ગામનાં વડીલ પ્રાગજીભાઈ કસવાળાને બિનહરીફ સરપંચ જાહેર કર્યા છે અને ગામમાં ચૂંટણી થતી અટકાવી છે. જેના કારણે સરકારી મશીનરી અને લોકોનો સમયનો દુર્વ્યય થતો અટકયો છે .તેમજ ગામની એકતા અને સંગઠન મજબૂત બન્યાં છે.
આ કામમાં ગામનાં અને સુરત રહેતાં ડો.પ્રકાશભાઈ જેમણે ગામમાં અનેક વિકાસનાં અને સેવાકીય કામો કર્યાં છે તેમણે જહેમત ઉઠાવી હતી અને થોરડીમાં બિનહરીફ ચૂંટણી કરીને ઈતિહાસ રચી દીધો છે.
થોરડીમાં બિનહરીફ ચૂંટણી ન થાય એવું મહેણું આખરે તૂટયું


















Recent Comments