fbpx
ગુજરાત

અમદાવાદમાં ૧.૩૬ લાખ યુવાનોએ નવા મતદાન માટે અરજી કરી

દેશમાં અને રાજયમાં ચુંટણીનો માહોલ છે આ દરમ્યાન ગુજરાતમાં મતદાન સુધારણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં નવા મતદાન માટે ૧.૩૬ લાખ યુવાનોએ અરજી કરી છે. જાન્યુઆરી માસમાં ચકાસણી સહિતની કામગીરી કરાશે અને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે. દસક્રોઇ અને વટવા વિધાનસભા ક્ષેત્રમાંથી સૌથી વધુ ૧૮ હજાર ૬૪૯ અરજી ઓનલાઇન આવી છે. બંને વિધાનસભા ક્ષેત્રમાંથી એક સરખી સંખ્યામાં અરજીઓ આવી છે. સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, ધોળકા અને ધંધૂકામાંથી ૧૦ હજારથી વધુની અરજીઓ ઓનલાઇન આવી ગઇ છે. અસારવામાંથી સૌથી ઓછી ૪ હજાર ૯૩૭ અરજીઓ ઓનલાઇન આવી છે. ઓફલાઇન અરજીની વાત કરીએ તો મણિનગરમાંથી સૌથી વધુ ૫ હજાર ૩૮૮ અરજીઓ ઓફલાઇન આવી છે. જ્યારે સૌથી ઓછી ઓફલાઇન અરજી અસારવામાંથી ૧ હજાર ૩૧૬ આવી છે. દસક્રોઇ વિધાનસભાક્ષેત્રમાંથી સૌથી વધુ ૧૩ હજાર ૬૬૬ અરજીઓ નવા મતદાર બનવા માટેની સૌથી વધુ આવી છે. ત્યાર બાદ વટવા, ઘાટલોડિયા અને ધંધૂકામાંથી અરજીઓ ૧૦ હજારથી વધુ આવી ચૂકી છે. નામ કમી કરાવવાની વાત આવે તો પણ દસક્રોઇમાંથી સૌથી વધુ ૨ હજાર ૩૬૬ અરજી આવી છે. સુધારા વધાર માટે નારણપુરામાંથી સૌથી વધુ ૧૪ હજાર ૫૪૩ અરજીઓ આવી છે. સ્થળાંતરના કેસની વાત કરીએ તો ઘાટોલોડિયામાંથી સૌથી વધુ ૧ હજાર ૯૮૫ અરજીઓ આવી છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે તાજેતરમાં વિશેષ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે બીએલઓ મતદાન કેન્દ્ર સુધી જઇને હાથોહાથ અરજીઓ સ્વીકારી હતી. હવે જાન્યુઆરી માસમાં આ અરજીઓની ચકાસણી કરાશે. અને નવા ચૂંટણીકાર્ડ ઇશ્યું કરાશે. નામ કમી, સુધારા, સ્થળાંતર સહિતના કેસમાં આવેલી અરજીઓનો પણ નિકાલ કરાશે. જાન્યુઆરી માસમાં ચકાસણી સહિતની કામગીરી કરાશે અને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશેઅમદાવાદમાં હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ ૨ લાખ ૭૬ હજાર ૪૨૦ અરજીઓ આવી છે. જેમાં ૧૮ વર્ષની ઉંમરવાળા અને પ્રમથ વખત મતદાર બનવા માંગતા હોય તેવા કુલ ૧ લાખ ૩૬ હજાર ૮૯૮ યુવાનોએ પણ અરજી કરી છે. નામ કમી માટેની કુલ ૨૯ હજાર ૪૩૭, સુધારા માટેની કુલ ૯૪ હજાર ૯૭૦ અને સ્થળાંતરના કેસમાં કુલ ૧૫ હજાર ૧૧૫ અરજીઓ આવી છે.કુલ આવેલી અરજીઓમાંથી ૬૫ હજાર ૯૬૫ અરજીઓ ઓફલાઇન આવી છે. જ્યારે ૨ લાખ ૧૦ હજાર ૪૫૫ અરજીઓ ઓનલાઇન આવી છે.

Follow Me:

Related Posts