જામનગરના ભાઈએ ગીતાજીના ૭૦૦ શ્લોક અંગ્રેજીમાં ઊંઘા અક્ષરે લખ્યા
ભારતના નકશામાં અંગ્રેજી ભાષામાં ઊંધા અક્ષરે પ્રતિજ્ઞા પત્ર લખ્યું છે. મરાઠી સંતો પ્રત્યે મને પહેલેથી જ આકર્ષણ છે જેથી આગળ મરાઠી ભાષાનો અભ્યાસ કરી મરાઠી ભાષામાં ઊંધા અક્ષરે ગ્રંથ લખવાની મહેચ્છા હોવાનું દિલીપભાઈ જણાવ્યું છેજામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા દિનેશભાઇ લાલજીભાઇ અનડકટને ઊંધા અક્ષરે લખવાનો શોખ છે. તેમણે લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરી અંગ્રેજી ભાષામાં ઊંધા અક્ષરે ગીતાજીના ૭૦૦ શ્લોક લખ્યા છે. આ પહેલા તેમણે ૨૦૦૬માં ગુજરાતી ભાષામાં ૭૦૦ શ્લોક સાથે ગીતાજી, ૬૭૫ પાનાની રામાયણ અને હનુમાન ચાલીસા લખી હતી. દિનેશભાઈ જણાવ્યું હતું કે નાનપણથી જ ઉધા અક્ષરે લખવાનો શોખ હતો. પરંતુ આ શોખ મિત્ર અને પત્નીને પત્ર લખવા પૂરતો સીમિત રાખ્યો હતો. પરંતુ વર્ષ ૨૦૦૬માં ઇટાલિયન પેઇન્ટર લિયોનાદ વિન્સી વિશે વાંચ્યું કે તે તેની ડાયરીમાં ઉધા અક્ષરે લખે છે. ત્યારથી મારી કળાને વધુ વેગ મળ્યો અને ૨૦૧૬ માં ભારતીય સંસ્કૃતિના મહાગ્રંથોને ઉલ્ટા અક્ષરે લખવાનું શરૂ કર્યું. ૨૮ દિવસની અંદર ગુજરાતી ભાષામાં દરરોજ એક કલાક ઉલ્ટા અક્ષરે લખવાનું શરૂ કર્યુ હતું. જેમાં સફળતા મળતા ભાગવત ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોક પુરા કર્યા હતા. આ સફળતા બાદ ૬૭૫ પાનાની રામાયણ અને હનુમાન ચાલીસા પણ આ રીતે લખી હતી. ત્યારબાદ કોરોનાના સમયમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં અંગ્રેજી ભાષામાં ભાગવત ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોક ઊંધા અક્ષરે લખતા ૪ મહિનાનો સમય લાગ્યો હતો. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાની સાથે મરાઠી ભાષા શીખી તેમાં ઉલ્ટા અક્ષર લખવાની અને ઉંધા અક્ષરે લખવાાની આ કળાને એશિયા બુક અથવા લિમ્કા બુકમાં સ્થાન મળે તેવી મહેચ્છા તેમણે વ્યકત કરી હતી.
Recent Comments