સુરતમાં માનસિક તણાવમાં યુવકે ઘરમાં ફાંસો ખાધો
સુરતના પાંડેસરા રામેશ્વરમ નગરમાં એક યુવક ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ બહેનપણીની સગાઈના સમાચાર સાંભળી માનસિક તણાવમાં યુવકે આપઘાત કરી લીધો હોવાનું પરિવારે જણાવ્યું છે. ૪ મહિના પહેલા પરિચિત યુવતી સાથે વાત કરતા પકડાય ગયા બાદ યુવતીના પરિવારે મૃતક રાકેશને માર મારી પોલીસને સોંપી દીધો હતો. અભિમન્યુ બોરસે (મૃતક રાકેશનો મોટો ભાઈ)એ જણાવ્યું હતું કે, રાકેશ પિતાના અવસાન બાદ હેર સેલુનની દુકાન ચલાવતો હતો. માતા સાથે રહેતો રાકેશ ભાડાના મકાનમાં રહેતો હતો. ૭ મહિનાથી ઘર પાસે રહેતી એક યુવતીના પરિચય બાદ બન્ને વચ્ચે દોસ્તી થઈ હતી. ૪ મહિના પહેલા યુવતીએ મળવા બોલાવ્યો હતો. જાેકે એ સમયએ યુવતીના પરિવારે પકડી પાડતા રાકેશને માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. એક દિવસ જેલમાં રહીને આવેલો રાકેશ ત્યારથી માનસિક તણાવમાં રહેતો હતો. સોમવારે માતા ઘર કામ માટે બહાર ગયા હતા. રાકેશ મેં એના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. જેમાં યુવતીની એટલે કે, બહેનપણીની સગાઇ થઈ ગઈ હોવાની વાત ખબર પડી હતી. બસ એ વાત સાંભળ્યા બાદ રાકેશ કોઈને મળ્યો ન હતો. સાંજે ૫ વાગ્યે માતા ઘરે આવતા રાકેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પાંડેસરા પોલીસને તમામ હકીકતો જણાવી છે. ઁજીૈં યાદવ સાહેબ તપાસ કરે છે.
Recent Comments