fbpx
ગુજરાત

સુરતમાં લારી હટાવવાના મુદ્દે ઝઘડામાં એકનું માથું ફોડી નાખ્યું

સુરતના પાંડેસરામાં આવેલા જ્યોતિનગરમાં સામાન્ય ઝઘડામાં પણ એક જ પરિવારની ૪ દીકરીઓ ૬ ભાઈઓ હાથમાં દંડા-ફટકા લઈ હુમલો કરી આવી હોવાનું કહેતા યુવકે કહ્યું હતું કે,સોમવારની રાત્રે લારી હટાવવાના મુદ્દે હુમલાખોર પરિવારે એક યુવાન પર હુમલો કરી છોડાવવા આવેલા મિત્રનું માથું ફાડી નાખ્યું હોવાનો બનાવ વિડીયોમાં કેદ થઈ ગયો હતો. મધ્યસ્થી થયેલા મનીષ નામના યુવકે જણાવ્યું હતું કે, ગલીમાં સૌથી વધુ ઝઘડા આ પરિવારના જ થાય છે. એટલું જ નહીં પણ વાત વાતમાં દંડા ફટકા લઈ તૂટી પડે છે.સમગ્ર મુદ્દે પોલીસે બે યુવક સામે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ મુન્ના પડીહાર (ઇજાગ્રસ્ત)એ જણાવ્યું હતું કે, અમે જાેયું મિત્ર સુરજ વર્મા પર કેટલાક તૂટી પડયા હતાં. દંડા વડે માર મારી રહ્યા હતા છોડાવવા જતા હુમલાખોર મહિલાઓ પુરુષો અમારી ઉપર તૂટી પડ્યા અને માથા ફોડી નાખ્યા. ત્યારબાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરી ફરિયાદી બની ગયા હતા. મનીષ (નજરે જાેનાર)એ જણાવ્યું હતું કે, વાત બસ એટલી જ હતી કે, ગલીમાં જવા માટે રસ્તે લારીઓ અડચણ રૂપ બની રહી હતી. એ બાબતે લારી હટાવવાનું કહેતા આખું પરિવાર તૂટી પડ્યું હતું. જાેકે પોલીસે ઘટના સ્થળે આવી તમામ હકીકતો જાણી તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત રાહુલને સિવિલ લાવતા માથે ૭ ટાંકા લેવા પડ્યા હતા.આખી ઘટનાનો વિડીયો પણ બન્યો છે. મનોરમાબેન મોર્યા (ઁજીૈં પાંડેસરા)એ જણાવ્યું હતું કે, હા ઝઘડો થયો હતો અને બે યુવક સામે ફરિયાદ નોંધી છે. ગલીમાં લારી હટાવવા અને બાઇક લઈ અને લાવવા બાબતે ઘણા સમયથી બન્ને પક્ષકારો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આ કેસમાં રાહુલ ફરિયાદી છે

Follow Me:

Related Posts