ગોત્રીના યુવકને જાહેરમાં મારનાર ૮ શખ્સોને આજીવન કેદની સજા
ગોત્રી વિસ્તારમાં રહેતા મૃતક લતેશ જાદવ અને મુકેશ ડોડીયા વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ તેમની વચ્ચે સમાધાન પણ થયું હતું. જાે કે, તા.૩૦ નવેમ્બર ૨૦૧૩ના રોજ લતેશ જાદવ અને તેના મિત્રો નાસ્તો કરવા માટે જઇ રહ્યાં હતા ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપી રાજને લતેશને બુમ પાડી બોલાવતાં લતેશ રોડ ક્રોસ કરી જતો હતો ત્યારે અચાનક જ સતિષ ઉર્ફે બોકલ ભીખાભાઇ પઢીયાર સહિતના શખ્સોએ તલવાર, ખંજર અને લાકડાના દંડા વડે હુમલો કરતાં લતેશને ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી. લતેશને છોડાવવા માટે વચ્ચે પડેલા શૈલેષ અને સુનીલને પણ આરોપીઓએ ઇંજા પહોંચાડી હતી.ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી આઠ આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા.જ હત્યાના બનાવમાં તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારતાં ચુકાદામાં ન્યાયાધીશે નોંધ્યું હતું કે, બચાવ પક્ષની દલીલ છે કે, તપાસ અધિકારીએ તપાસમાં બેદરકારી દાખવી છે. પરંતુ સાહેદોનો પુરાવો રજૂ થયો તે નજરે જાેનાર સાક્ષી છે. મૌખીક અને દસ્તાવેજી પુરાવા જાેતા તમામ આરોપીએ ગુનામાં ભાગ ભજવ્યો છે. દાર્શનિક અને સાંયોગિક પુરાવાની સાંકળ બની છે સાહેદોના પુરાવા હકીકતને સમર્થન આપે છેઆઠ વર્ષ પહેલા ગોત્રી વિસ્તારમાં યુવક પર તલવાર ખંજર અને દંડા વડે હુમલો કરી ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આઠ આરોપીને ન્યાયાધીશે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. અદાલતે મૃતક યુવકના પિતાને વળતર પેટે રૂા.૫૦ હજાર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. હત્યાના બનાવમાં એક સાથે આઠ આરોપીઓને આજીવન કેદની સજા થતાં આ સજા આજે કોર્ટ સંકુલમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.
Recent Comments