fbpx
અમરેલી

રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલએ ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી

રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદકુમાર પટેલએ આજે અમરેલીના સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીએ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા,મદદનીશ કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ, રાજુલા પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભી અને ધારી પ્રાંત અધિકારી શ્રી ઝણકાટ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts