સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા શહિદ સ્મારક, લોક આસ્થા, સમાજ હિત માટે જગ્યા ફાળવેલી છે. માટે તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને ૩૦ મહિના ઉપર દિવસ થયા છે. પણ આજ દિન સુધી પડિત પરિવાર દર મહિને ૨૨ પરિવાર માસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. રોડ પર ડિવાઇડર પાસે શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. ટ્રાફિક જેવી બાબત ધ્યાનમાં રાખીને અને ૨૨ પીડિત પરિવારના માસુમ બાળકો પ્રત્યે લાગણી ધ્યાને લઈને તત્કાલીન અમારી રજૂઆત ધ્યાનમાં રાખીને પ્લોટ ફાળવવામાં આવે અથવા શહિદ સ્મારક બનાવી આપવામાં આવે તે અમારી માગ હોવાનું પત્રમાં લખાયું છેસુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડ બનાવમાં ૨૨ માસુમ બાળકો મૃત્યુ પામ્યા હતાં. તેમના માટે શહિદ સ્મારક માટે માંગણી જગ્યા પ્લોટ ફાળવવા માગણી કરાઈ છે. કલેકટર સુરત, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહાનગરપાલિકા અને મુખ્ય મંત્રી ગુજરાતને પત્ર લખીને માગ કરાઈ છે કેતન સોજીત્રાએ તક્ષશિલાના ૨૨ પીડિત પરિવાર વાલીઓની લાગણીને ધ્યાને લઈને વહેલી તકે ૨૨ માસુમ બાળકો માટે શહિદ સ્મારક બને એટલી જગ્યા ફાળવવા માગ કરાઈ છે. સુરત સરથાણા પ્રાણી સંગ્રહાલયના મેઈન રોડ પરના ખુણા પાસે ગણેશ ડેરીની બાજુમાં બીન વપરાશી જગ્યા ખાલી આપવા માગ કરાઈ છે. આજ દિન સુધી ૨૨ પીડિત પરિવારને મહાનગરપાલિકા દ્વારા એક પણ રૃપિયો વળતર પેટે ચુકવામાં નથી આવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની મદદ મળી નથી તે અંગે પણ રજૂઆત કરાઈ છે.
સુરતના તક્ષશિલા કાંડના મૃતકો માટે સ્મારક માટેનો પત્ર મુખ્યમંત્રીને અપાયો


















Recent Comments