fbpx
સૌરાષ્ટ - કચ્છ

કેશોદના અર્જુનભાઈ બનાવેલ ભઠ્ઠીને સરકાર દ્વારા પેટન્ટ હક્ક મળ્યા

બચપણથી જે સ્વપ્ન સેવેલું એ અર્જુનભાઇ છેક વર્ષ ૨૦૧૫ માં પ્રૌઢવયે પૂરું કરી શક્યા. તેમણે આ માટે ઘરના ખર્ચે કેશોદના સ્મશાન અને જૂનાગઢના સ્મશાનમાં ભઠ્ઠી મૂકાવી. જાેકે, એ બંનેમાં તેમને મોટી સફળતા ન મળી. પણ પર્યાવરણ બચાવવા આવી ભઠ્ઠી જરૂરી છે એ પ્રકારના પ્રચાર થયો ખરો. આનાથી પ્રેરિત થઇ તેમણે સુધારા વધારા સાથે કુલ ૧૮ સ્થળોએ પોતે વિકસાવેલી ભઠ્ઠી મૂકી. અર્જુનભાઇનું એક જ સ્વપ્ન છે, દરેક ગામડાં પર્યાવરણ બચાવવા આ પ્રકારની ભઠ્ઠીનો ઉપયોગ કરે. જેથી કરીને ટન મોઢે વપરાતાં લાકડામાં કાપ મૂકી શકાય.અર્જુનભાઇની ભઠ્ઠીમાં મૃતદેહ ઓછા સમયમાં પંચમહાભૂતમાં વિલીન થાય એ માટે તેને કોફીન જેવો આકાર આપ્યો છે. સૌપ્રથમ સ્ટેનલેસ સ્ટીલની ફાઉન્ડેશન ફ્રેમ બનાવી બ્લોઅર પાઇપ, ભઠ્ઠીના આકાર પ્રમાણે ફાયર ઇંટ, સેરાવુલ ટાઇપનું રૂ, સ્ટેનલેસ સ્ટીલના નટ-બોલ્ટ, ટેમ્પરેચર મીટર, ચીમની ફીટ કરાય છે. અને અગ્નિ બહાર ન નીકળે તે માટે હિટ સેવીંગ મટિરીયલનો ઉપયોગ કરાય છે.કેશોદના અર્જુનભાઇ મોહનભાઇ પાઘડાર માત્ર ૧૪ વર્ષના હતા ત્યારે સગાંના અંતિમસંસ્કારમાં ગયા હતા. જ્યાં તેમને ઓછા લાકડાથી પણ કેવી રીતે માનવીના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરી શકાય એના પર કામ કરવાનો વિચાર આવ્યો. પોતે પાછા પ્રકૃતિપ્રેમી, એટલે સ્વાભાવિકપણેજ આના પર કામ કરવું હતું. પણ સંજાેગો એવા નહોતા કે કોઇ આર્થિક રીતે મદદ કરી શકે. આખરે ૨૦૧૫ થી તેમણે સ્વખર્ચે આ ભગીરથ કાર્ય શરૂ કર્યું. આજે તો તેમણે વિકસાવેલી ભઠ્ઠીને ભારત સરકાર તરફથી પેટન્ટ પણ મળી છે અને એક એનજીઓએ તેમણે એવોર્ડ પણ આપ્યો છે. આજે તેમની ભઠ્ઠીને સરકાર તરફથી પેટન્ટ હક્ક મળ્યા છે. ભઠ્ઠીમાં સુધારા વધારા અને શો ફેરફાર જરૂરી છે એ જાેવા તેઓ ૬ વર્ષથી રોજ સ્મશાને જાય. અગ્નિસંસ્કાર વખતે જુદા જુદા ટેક્નિકલ પાસાં પર અવલોકન કરી ભઠ્ઠીમાં એ મુજબના ફેરફાર કરે છે. તેમણે વિકસાવેલી ભઠ્ઠી થકી મૃતદેહ દીઠ ૪૦૦ કિલો લાકડાનો વપરાશ થતો એમાં ૩૦૦ કિલોનો ઘટાડો થયો. માત્ર ૬૦ થી ૧૦૦ કિલો લાકડાં થકી અર્જુનભાઇએ બનાવેલી ભઠ્ઠીમાં ૨ જ કલાકમાં મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે.

Follow Me:

Related Posts