fbpx
ગુજરાત

વડોદરા સયાજી હોસ્પિટલમાં ૪૫ બેડ તૈયાર રખાયા

વડોદરા શહેરમાં વિતેલા ૩૬ કલાકમાં કોરોના ૧૪ નવા કેસ આવ્યાં હતા. શહેરના ગોત્રી, ગોકુલનગર, અકોટા, અટલાદરા, તાંદળજા, દંતેશ્વર ,નવાયાર્ડ, ફતેપુરા અને માણેજામાં આ કેસો આવ્યા હતા. હાલમાં શહેરમાં ૨૯૧ વ્યક્તિઓ ક્વોરન્ટીન છે. જ્યારે ઝોન મુજબ પશ્ચિમ ઝોનમાં ૬. ઉત્તર ઝોનમાં ૫ અને દક્ષિણ ઝોનમાં ૩ નવા કેસ કોરોનાના આવ્યા હતા. હાલમાં એક્ટિવ દર્દીઓ ૯૩ છે. આ દર્દીઓમાંથી ૪ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. જ્યારે એક દર્દીની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. છેલ્લે ૧૮મી જૂને કોરોનામાં સત્તાવાર મોત થયા બાદ વડોદરામાં એકેય મોત કોરોનાથી થયું નથી. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૪૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૩૪, ઉત્તર ઝોનમાં ૧૧,૮૬૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૭૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૦૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૪૫૨ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૩૬ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓમિક્રોનના બે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ એસએસજીના ઇમર્જન્સી મેડિકલ સેન્ટર બિલ્ડિંગ ખાતે અને નર્સિંગ હોમ બિલ્ડિંગ ખાતે આ વોર્ડ તૈયાર કરાયા છે. આ વિશે હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડો.ઓ.બી.બેલિમે જણાવ્યું કે, આ વોર્ડમાં ૨૨ વેન્ટિલેટર બેડ અને ૨૩ સાદા બેડ રાખવામાં આવ્યા છે. હાલ પૂરતું ૪૫ બેડ માટેની તૈયારીઓ રાખવામાં આવી છે. જાેકે હાલમાં કોઇ દર્દી ન હોવાથી તેને લોક રાખવામાં આવે છે. જાેકે આ બેડ પર દર્દીઓ આવે તો દવાઓ અને રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો પણ તૈયાર છે.’ બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ગત અઠવાડિયે જ તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરામાં ૭૯ પ્રવાસીઓ વિદેશથી આવ્યા હતા. આ પૈકી ૭૩ હાઇરિસ્ક કન્ટ્રી યુકેથી આવ્યા હતા. જાેકે આ પ્રવાસીઓ પૈકી કોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. અત્યાર સુધી શહેરમાં ૨૧૪૪ લોકો વિદેશથી આવી ચૂકયા છે. જેમાંથી ૬૩૦ હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યાં છે. હાલમાં લંડનથી આવેલી એક ૨૨ વર્ષીય યુવતી સહિત ૨ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવેલા ૩૨૨ પ્રવાસીઓએ પોતાનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો કરી દીધો છે.

Follow Me:

Related Posts