fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની તંગી થઈ શકે છે

હાલ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ રહી છે. ત્યારે ૨૦૨૨ના નવા વર્ષના પ્રારંભથી આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવું પડશે. વોટર વર્કસ વિભાગ દ્વારા આમ તો હવે લગભગ દર મહિને પાણીની સ્થિતિનો રિવ્યુ કરવામાં આવે છે. તેના આધારે વાર્ષિક આયોજન કરીને સરકારમાં પણ મોકલાય છે. આવતા મહિને આજી ડેમમાં ૬૦૦ સ્ઝ્રહ્લ્‌ અને ન્યારી-૧ ડેમમાં ૩૦૦ સ્ઝ્રહ્લ્‌ સૌની યોજનાનું પાણી ઠાલવવા સરકારને પત્ર લખવામાં આવશે.હાલની સ્થિતિેએ આજી ડેમમાં ૧૫ માર્ચ સુધીનું એટલે કે ૬૨૪ સ્ઝ્રહ્લ્‌ પાણી છે તો ન્યારીમાં મેના અંત સુધીનું ૧૦૮૪ સ્ઝ્રહ્લ્‌ પાણી રહેલું છે. રાજકોટને રોજ નિયમિત ૨૦ મિનીટ પાણી આપવા માટે જળાશયોમાંથી ૪૦૦ સ્ન્ડ્ઢ જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. ભાદર-૧માંથી પણ રાજકોટને રોજ ૪૦ સ્ન્ડ્ઢ પાણી મળે છે. ભાદરમાંથી રાજકોટને દર ચોમાસા સુધી પાણી મળતું રહે છે. પરંતુ આજી અને ન્યારીમાં બેથી ત્રણ વખત સૌની યોજનાના પાણી ઠલવવા પડે છે તે ઉલ્લેખનીય છે આ અંગે મનપાના કમિશન અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પાણી માટે આપણા માટે જે મેઇન સોર્સ છે તેમાં આજી, ન્યારી, ભાદર અને નર્મદા નીરનો સમાવેશ થાય છે. નર્મદા નીરની બે પાઇપલાઇન છે. સૌની યોજનાથી અમને આજી અને ન્યારીમાં પૂરતું પાણી આપવામાં આવે છે. જેનાથી રાજકોટવાસીઓને પીવાનું પાણી પૂરુ પાડીએ છીએ. દર વર્ષે આગોતરા આયોજન કરીએ છીએ. દર વર્ષે આપણે નર્મદા લાઇનનું ક્લિનિંગ કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર સરકાર પાસેથી નર્મદાનું પાણી માગવામાં આવશે જેથી ઉનાળામાં પાણીની તકલીફ ન પડે. માગને જાેઇ આપણે સરકાર પાસેથી તેટલા જથ્થાનું નર્મદા પાણી માગીશું.રાજકોટ મહાનગરમાં ચાલુ વર્ષના ચોમાસાથી તમામ જળાશયો છલકાઇ ગયા હતા. પરંતુ મહાનગરની વસ્તી અને જરૂરિયાતને ધ્યાને લેતા વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત નર્મદા નીર ઠલવવા પડે છે. જાન્યુઆરીમાં ફરી સૌની યોજનાના પાણીની જરૂર પડશે તેવું મનપા કહે છે. ૨૯ ફૂટના આજી-૧ ડેમ પર પાણી વિતરણ વ્યવસ્થાનો મોટો મદાર રહેલો છે. જળાશયમાં વર્ષમાં લગભગ ત્રણેક વખત સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠલવવામાં આવે છે. જાન્યુઆરી, માર્ચ અને તે બાદ ચોમાસા સુધીમાં પણ એકાદ વખત પાણી ઠલવવા મનપા દ્વારા સરકારને પત્ર લખશે. આજી ડેમના માર્ચમાં અને ન્યારી ડેમમાં મે સુધીમાં તળિયા દેખાશે.

Follow Me:

Related Posts