ગુજરાત

પારડીના ખડકી ગામે પિતાએ ઠપકો આપતા પુત્રીએ ફાંસો ખાધો

પારડીના ખડકી ગામે વચલું ફળિયું ખાતે રહેતી ૧૭ વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. તે બુધવારે સિવણ કલાસ માટે સવારે ૧૦ વાગ્યે ગઈ હતી. એ બાદ તેના પિતાએ તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. સાંજે ૫ વાગ્યે ઘરે પહોંચેલી મોહિનીને મોબાઈલ કેમ બંધ રાખ્યો હતો એ બાબતે ઠપકો આપતાં તેને માઠું લાગી આવ્યું હતું. મોહિનીનાં માતા-પિતા સવારે નોકરી પર ગયાં હતાં ત્યારે તેણે તેના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાેકે પડોશમાં રહેતી ભૂમિકા નામની યુવતી તેમના ઘરે જતાં મોહિનીને ફાંસો ખાઈ લટકેલી હાલતમાં હોઈ, તેને નીચે ઉતારી આજુબાજુ રહેતા લોકો સાથે બાઈક પર મોહનદયાળ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ પારડી પોલીસને કરાતાં સ્થળે પહોંચી લાશનો કબજાે લઇ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Related Posts