અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ વડિયાની એ એચ કન્યા વિદ્યાલય ખાતે બનાવવા આવેલ ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણીના સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ ડીસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ ચૂંટણી તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ તકે ચુંટણી તંત્રના અને પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વડિયા ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ અને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લેતા કલેક્ટરશ્રી




















Recent Comments