fbpx
ગુજરાત

વડોદરામાં ઓમિક્રોનના કેસ વધતા રસીકરણ અભિયાન તેજ કર્યું

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૪૯૧ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૬૨ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. એક્ટિવ કેસોનો આંક ૧૦૦ને પાર વડોદરા શહેરમાં છેલ્લા ૧૧ દિવસથી કોરોનાના કેસો વધ્યા છે. સાથે જ એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે શહેરમાં કુલ એક્ટિવ કેસોનો આંક ૧૦૦ને પાર થઇને ૧૦૬ પર પહોંચ્યો હતો.

શહેરના નવાયાર્ડ, નવાપુરા, માંજલપુર, ફતેપુરા, સુભાનુપુરા, દિવાળીપુરા અને સમામાં કોરોનાના નવા પોઝિટિવ કેસો આવ્યાં હતા. ગુરુવારે ૫,૫૭૯ નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવ દર્દીઓ પૈકી ૫ને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમ ઝોનમાં ૩, ઉત્તર ઝોનમાં ૬ અને દક્ષિણ ઝોનમાં ૩ કેસ આવ્યાં હતા. મ્યુકોરમાઇકોસિસના ૫ દર્દી સારવાર લઇ રહ્યાં છે ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ ૧૨ હજારથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં છે. જ્યારે દક્ષિણ ઝોનમાં આજ દિન સુધી કુલ ૧૧,૮૮૭ અને ઉત્તર ઝોનમાં ૧૧,૮૮૦ કેસ આવ્યા છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫ દર્દી સારવાર લઇ રહ્યાં છે.

ગુરુવારે હોસ્પિટલમાં ૫ સર્જરીઓ કરવામાં આવી હતી.ર્ વડોદરા રૂરલમાં સૌથી વધુ ૨૬,૮૦૫ કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૪૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૫ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૫૪, ઉત્તર ઝોનમાં ૧૧,૮૮૦, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૮૭, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૦૫ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છેકોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોનનો વિશ્વભરમાં ડર સતાવી રહ્યો છે. ત્યારે વડોદરાના ફતેપુરામાં ઇસ્ટ આફ્રિકાના ઝાન્બિયાથી આવેલા ૭૫ વર્ષીય પુરુષ અને ૬૭ વર્ષીય મહિલા એમ ૨ મુસાફરોનો ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. બંને નોન હાઈ રિસ્ક કંન્ટ્રીઝમાંથી આવે છે. જેથી તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts