ભાવનગર

શિશુવિહાર ખાતે સ્વ.શ્રી શારદાબેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવનમાં ના ઉપક્રમે યોજાયેલ ૧૦૦ થી વધુ શિક્ષણ.. સેવા અને તાલીમ કાર્યક્રમો નું નિદર્શન

ભાવનગર શિશુવિહાર માં વર્ષ ૨૦૨૦/૨૧ સ્વ.શ્રી શારદાબેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવનમાં ના ઉપક્રમે યોજાયેલ ૧૦૦ થી વધુ શિક્ષણ.. સેવા ..અને તાલીમ કાર્યક્રમો નું નિદર્શન આજે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયું….આદરણીય  ધીરજલાલ દેસાઈ ના સ્વર્ગવાસ પછી શિશુવિહાર ની મુલાકાતે પધારેલા તેમના પરિવારજનોએ કોરોના મહામારી છતાં પણ શીશુવિહાર સંસ્થા ના કાર્યકરોએ વડીલો.. બાળકો… અને બહેનો ના  વિકાસ માટે શિશુવિહાર ભાવનગર ના ઉપક્રમે થયેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા …આ પ્રસંગે શારદાબેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવનમાં ચાલતા ૭૭ માં અનુભવ તાલીમ વર્ગ… ઉપરાંત જીવન શિક્ષણ.. તથા સીવણ તાલીમ વર્ગ માં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રી મુકેશભાઈ તથા પ્રીતિ બેન દેસાઈ ના વરદ હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા  …..કાર્યક્રમનું સંકલન શ્રી હીનાબેન ભટ્ટ ના માર્ગદર્શન નીચે અંકિતા બહેન તથા પ્રીતિબેન દ્વારા યોજવામાં આવ્યું…….,.

Follow Me:

Related Posts