સુરતમાં ઓમિક્રોનના ૨ કેસથી તંત્ર સજાગ:સંપર્કમાં આવેલાનું ટેસ્ટિંગ શરૂ
સુરત શહેરમાં કોરોનાના વધુ ૬ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં અઠવા ઝોનમાં જયપુરનો પ્રવાસ કરી આવેલા અઠવાલાઈન્સના ૫૦ વર્ષીય વેપારી, વાસ્તુ લક્ઝરીયા ખાતે રહેતા ૪૮ વર્ષીય વેપારી, વેસુ વિસ્તારમાં રહેતા અને રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં વેપાર કરતા ૪૦ વર્ષીય કાપડના વેપારી તેમજ રાંદેર ઝોનમાં ભાઠા વિસ્તારમાં રહેતી ૪૮ વર્ષીય ગૃહિણી, અડાજણ વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષીય મહિલા અને રાંદેર વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ સંક્રમીત થયા છે.
શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૧૮૨ થઈ ગઈ છે. રવિવારે એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૭ થયો છે. જ્યારે રવિવારે શહેરમાંથી ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૧૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૫૦ નોંધાઈ છે
સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. ગત રોજ કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા. સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
Recent Comments