fbpx
ગુજરાત

અમદાવાદ – દિલ્હી રૂટ પર બુલેટ ટ્રેન દોડશે

દેશમાં હાલ માત્ર મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલનું કાર્ય ચાલી રહ્યું છે, જેને જાપાનના આર્થિક અને ટેકનિકલ સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવેમંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ઉપરાંત મંત્રાલય ૭ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે સર્વે અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં કામ સોંપવામાં આવ્યું છે. આ કોરિડોરમાં દિલ્હી-અમદાવાદ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન, જેને મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે એમાં હજુ પણ ૨૮૫ હેક્ટર જમીનનું સંપાદન થવાનું બાકી છે અને આ જમીન મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અંદાજિત ૧૩૯૬ હેક્ટર જમીનનું સંપાદન કરવાની જરૂરિયાત છે, જેની સામે ૧૦૮૯ હેક્ટર જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું કામ અટવાયેલું છે.

Follow Me:

Related Posts