સુરતના પુણાના બીઆરટીએસ બસ સ્ટેન્ડે વિદ્યાર્થીઓનો હોબાળો

ઘણા સમયથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોવા છતાં પણ તેમના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. બીઆરટીએસ રૂટ ઉપર દોડતી બસોનો વધારો કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીઓએ પોતાને પડતી હાલાકીને કારણે તેમણે બીઆરટીએસ બસોને રોકી લીધી હતી અને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે દખલગીરી કરતા રોડ ફરીથી શરૂ કરાયો હતો. પરંતુ આજે પણ એવી જ સ્થિતિ જાેવા મળી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં ધીરે ધીરે રોષ વધી રહ્યો છે.
બીઆરટીએસની સુવિધા વિદ્યાર્થીઓ માટે જ હોય તો આ સુવિધાનો કોઈ અર્થ રહેતો નથી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા જણાવ્યું કે આ રીતે અલગ અલગ સમસ્યાઓની જાણકારી વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી અને આ બાબતે યોગ્ય રજૂઆત કરીને નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. જાે ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓની સાથે રહીને બીઆરટીએસના રસ્તા પર જ ધરણાં પર બેસી જવામાં આવશે. જ્યાં સુધી બસનો નિયમિત સમય નક્કી નહીં થાય અને વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ લડત ચલાવીશું.
આ પ્રશ્ન મારા વિસ્તાર પુરતો નથી પરંતુ અન્ય જંક્શન પર પણ આ જ રીતની સ્થિતિ ઊભી થઈ છે.સુરત પુણા સીતાનાગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં કોલેજાે અને શાળાઓના વિદ્યાર્થીઓને બીઆરટીએસ બસ બાબતે ફરિયાદ ઉઠી છે. સીતનાગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સવારે કોલેજ અને શાળાએ જવા માટે સાડા ૬ વાગ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોય છે પરંતુ બસ સમયસર નથી આવતી તેમજ જે પણ બસ આવે છે તો એ બસો ઉપરથી જ ફૂલ ભરાઇ ને આવે છે. બસ સ્ટેન્ડના જે ગેટ પર વધારે વિદ્યાર્થીઓ બસની રાહ જાેઈને ઉભા હોય ત્યાં બસ ઉભી રાખવાના બદલે આગળ બીજા ગેટ પર ઉભી રાખવામાં આવે છે. જેના કારણે બસ સ્ટેન્ડમાં ભાગદોડ મચે છે અને વિદ્યાર્થીઓ બીજા ગેટ પાસે પહોંચે તે પહેલાં બસ ઉપાડી દેવામાં આવે છે. આવી સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ કોલેજ-શાળામાં સમયસર પહોંચી શકતા નથી.
Recent Comments