fbpx
રાષ્ટ્રીય

શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલે રસ્તાની સરખામણી હેમા માલિની સાથે કરતા વિવાદ

તાજેતરમાંરાજ્ય મંત્રી ગુલાબરાવ પાટીલે બોધવડ નગર પંચાયત ચૂંટણી દરમિયાન એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જ્યાં તેણે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “જે લોકો ૩૦ વર્ષ સુધી ધારાસભ્ય હતા, તેમણે મારા વિધાનસભા ક્ષેત્રમાં આવીને રસ્તાઓ જાેવા જાેઈએ. જાે રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા ન હોય તો, તો હું રાજીનામું આપીશ.” ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન રાજ્યના પાણી પુરવઠા પ્રધાન પાટીલે ભાજપના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસેને નિશાન બનાવ્યા હતા.

રાજ્ય મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલના આ નિવેદન બાદ તેઓ વિપક્ષના નિશાના પર આવી ગયા છે. રાજ્ય વિધાન પરિષદમાં ભાજપના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે, મહિલાઓને બદનામ કરવા બદલ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ થવો જાેઈએ. હું આ મામલે જાેવા માગુ છુ કે મહા વિકાસ અઘાડી સરકાર મંત્રી સામે શું પગલાં લે છે. સાથે જ રાજ્ય મહિલા આયોગે પણ આ મામલે કડક વલણ અપનાવતા મંત્રીને તેમના નિવેદન બદલ માફી માગવા જણાવ્યુ છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે મંત્રી પાટીલની આકરી ટીકા કરતા કહ્યુ કે જાે તેઓ તેમના નિવેદન માટે માફી નહીં માંગે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા તાજેતરમાં જ રાજસ્થાનના ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુડાએ રસ્તાઓની કેટરિના કૈફના ગાલ સાથે સરખામણી કરી હતી જેને કારણે તેની પણ આકરી ટીકા કરવામાં આવી હતી.મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલ તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે ફસાયા છે. રાજ્યના જલગાંવ જિલ્લાના રસ્તાઓની અભિનેત્રી હેમા માલિનીના ગાલ સાથે સરખામણી કરતા વિપક્ષી પાર્ટી ભાજપ સાથે રાજ્ય મહિલા આયોગે પણ કડક વલણ દાખવ્યુ છે.

Follow Me:

Related Posts