વડોદરામાં પતિ દારૂ પીને ધમાલ કરતા પત્નીએ પોલીસ બોલાવી
વડોદરા શહેરમાં એક જ દિવસમાં દારૂ પીધેલા ૪ લોકો પકડાયા છે. જેમાં લક્ષ્મીપુરામાં ત્રણ શખ્સો મુકેશ રામપ્રીત ભારદ્વાજ (રહે. રણછોડ પાર્ક સોસાયટી, ગોત્રી, વડોદરા), નવિન કુમાર અવધેશભાઇ ભારદ્વાજ (રહે. રણછોડ પાર્ક સોસાયટી, ગોત્રી, વડોદરા), મનો અલગુ ભારદ્વાજ (રહે. ગોત્રી ગામ, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતાં. જ્યારે છાણી વિસ્તારમાંથી રાજુભાઇ ભઇલાલભાઇ પરમાર (રહે. ઓમકારપુરા ગામ, તા.જી. વડોદરા) નામનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયો હતો.
વડોદરાના ફતેંગજ વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે પંડ્યા બ્રીજ નીચે પબ્લીક શૌચાલયની બાજુમાં ભંગારની વખારમાં રાકેશ મંગાભાઇ નીનામા નામનો શખ્સ દેશી દારૂની ૨૨ કોથળીઓ સાથે પકડાયો હતો. જ્યારે પાણીગેટ વિસ્તારમાંથી ચેતનાબેન વાઘેલા નામની મહિલા દેશી દારૂ સાથે પકડાઇ હતી. નવાપુરા વિસ્તારમાં હિતેશ જેસિંગભાઇ ઠાકોર (રહે. મહાવીર કોલોની, નહેરૂભવન પાછળ, વડોદરા) તેમજ રાવપુરા વિસ્તારમાં અજય નારાયણ સાલેકર (રહે. દેવશક્તિ એપાર્ટમેન્ટ, સલાટવાડા, કારેલીબાગ, વડોદરા) પણ દેશી દારૂ સાથે ઝડપાઇ ગયા હતાંવડોદરા શહેરના હરિનગર ગોત્રી રોડ પર ધરમપુરા ગામમાંથી એક મહિલાએ પોલીસને રાત્રે ૧૦ વાગ્યા આસપાસ ફોન કર્યો હતો કે, સાહેબ જલ્દી આવો, મારો પતિ દારૂ પીને ધમાલ કરે છે. જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાં દારૂના નાશામાં ધમાલ કરી રહેલા દીલીપભાઇ કેશવભાઇ વસાવા (રહે. ધરમપુરા ગામ, હરિનગર ગોત્રી રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રાત્રે ૧૧ વાગ્યે એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી કે, તેના પતિએ દારૂ પીધો છે અને તેને ઘરની બહાર કાઢી મુકી છે. જેથી પોલીસે તેના પતિની ધરપકડ કરી હતી.વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિ દારૂ પી ને ધમાલ મચાવતા પત્નીએ જ પોલીસને ફોન કરી બોલાવી પકડાવી લીધાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે વડોદરા શહેરમાં દારૂ પીને પતિ પરેશાન કરતા પત્નીએ પોલીસ બોલાવી પકડાવી દીધાની ૩ દિવસમાં બીજી ઘટના બની છે.
Recent Comments