fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પૈસાની લેતીદેતીમાં યુવાનને માથામાં છરી મારી

રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક આવેલ આરકે પ્રાઈમ બિલ્ડીંગ પાસે એક પ્લોટની રૂપિયા લેતી દેતી મામલે ચાર થી પાંચ શખ્સો દ્વારા છરી વડે હુમલો કરી જસ્મીન માઢક નામના યુવાનને ઇજા પહોંચાડવામાં આવી છે. જેમાં હુમલો કરવામાં મુકેશ રાઠોડ તેમજ એક સમયના કુખ્યાત ગણાતા અને થોરાળા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પ્રતાપ પરમાર સહીત ચાર થી પાંચ શખ્સો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રતાપ પરમાર તાજેતરમાં જ આઇપીસી કલમ ૩૦૭ ના ગુનામાં જેલમાંથી છૂટી બહાર આવ્યો છે ત્યારે આજે ફરી છરી વડે હુમલો કરી યુવાનને ઇજા પહોંચી નાસી છૂટ્યો છે.

આ સાથે આરોપીઓ નાના મવા નજીકના આ પ્લોટ ખાતે ગાંજાે પીવા માટે પણ આવતા હતા અને તે માટે મનાઈ કરતા આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છેરાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ એક બાદ એક ચોરી હત્યા અને હત્યાની કોશિશના બનાવ સામે આવી રહ્યા છે. મંગળવારે રાત્રીના સમયે ૧૦ વાગ્યા આસપાસ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક એક પ્લોટની રૂપિયા લેતીદેતી મામલે યુવાન પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઈજાગ્રસ્ત યુવાનને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલો કરનાર શખ્સો પૈકી એક શખ્સ એક સમયના રાજકોટના કુખ્યાત ગણાતા પેંડા ગેંગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts