વિકસીત દેશોમાં પસાર થતા અને આવતા જહાજાેમાં કેટલો કાર્ગો, ક્યાં જવાનો છે અને તેમાં શું છે તે સહિતની વિવિધ માહિતીઓ તેની ખરાઈ સાથે પ્રાપ્ત હોય છે તેમજ તેને લઈને ખુબ ગંભીરતા દાખવવામાં આવે છે. પરંતુ ભારતમાં કસ્ટમ વિભાગ પર સતત ભ્રષ્ટાચારના આરોપો ઉઠતા રહે છે અને હવે દેશની સુરક્ષાને પણ તે રુઢીવાદી નીતિઓના કારણે સમસ્યા પેદા થતી હોવાથી ચર્ચા છેડાઈ છે.પાકિસ્તાનથી ચીન જઈ રહેલા સાત ટૅન્કર કન્ટેનરને ગત મહિને મુંદ્રા પોર્ટ પર ડીઆરઆઈએ ઉતરાવીને સીઝ કર્યા હતા.
આ ટૅન્કર કન્ટેનરોમાં રેડિઓએક્ટીવ તત્વ હોવાના સ્ટીકર્સ લાગેલા છે પણ ડિક્લેરેશનમાં માહિતીઓ છુપાવવાનો પ્રયાસ થયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. હજી પણ જ્યારે કે રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે તે વચ્ચે આ કન્ટેનરોમાં ‘ન્યુક્લીયર ફ્યુલ’ વહન કરવા ઉપયોગમાં થતો હોવાની વાત બહાર આવતા ચકચાર મચી છે. સુત્રોનું માનીયે તો એક સંભાવના એવી પણ વ્યક્ત કરાઈ રહી છે જે અનુસાર ચીનથી આવેલા ફ્યુલનો જથ્થો પાકિસ્તાનમાં ખાલી થઈને અથવા તો ફરી પ્રોસેસ માટે ચીન જઈ રહ્યો હતો. ૧૮નવેમ્બરના ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા પોર્ટ પર જહાજમાંથી સાત કન્ટેનરને ઉતરાવીને સીઝ કર્યા હતા. રેડિઓએક્ટીવ હોવાના સ્ટીકર લગાવેલા આ ટેન્કર કન્ટૅનરોમાં કોઇ નિયમો વિરુદ્ધની સામગ્રી હોવાના ઈનપુટના આધારે આ કાર્યવાહી કરાઈ હતી, જેમાં ખરેખર શું છે અથવા તો જે હતું તે શું હતું તે જાણવા એટોમિક રિસર્ચ સેન્ટરની ટીમએ સ્થળ મુલાકાત લઈને તપાસ કરી હતી.
અદાણી પોર્ટ પ્રશાસન દ્વારા અપાયેલાં આ અંગેના નિવેદનની તુરંત પ્રતિક્રિયા આપતા પાકિસ્તાને તે ખાલી હોવાનુ કહ્યું હતું પરંતુ આ અંગે સ્થાનિક ધોરણે કોઇ એજન્સીઓએ મગનું નામ મરી નથી પાડ્યું અને તપાસ ચાલુ હોવાનું જણાવી રહ્યા છે. નોંધવું રહ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે ન્યુક્લિયર એનર્જીને લઈને કરાર થયેલા છે, બન્ને દેશો દ્વારા તેનું આદાન પ્રદાન કરવામાં આવે છે, પરંતુ આ માટે ભારતીય જળસીમા અને પોર્ટનો ઉપયોગ કરાય તે ન માત્ર દેશના સાર્વભોમત્વને નુકશાન કારક પરંતુ હથીયારોની હેરાફેરી સહિતના વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન પણ બની રહે છે. એજન્સીઓ દ્વારા તેના રિપોર્ટની રાહ જાેવાઈ રહી હોવાનું જણાવાઈ રહ્યું છે પરંતુ આ મોંઘા અને વિશેષ ટેંકર કન્ટેનર ન્યુક્લિયર ફ્યુલ વહન કરવા માટે ઉપયોગમાં આવતા હોવાની સંભાવના જાણકાર વર્તુળો દ્વારા વ્યક્ત કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે.
Recent Comments