અમરેલીથી સિનિયર સિટીઝન વોલીબોલ શૂટીંગ ટીમ રાજયકક્ષાએ નડિયાદ (ખેડા) મુકામે રમવા જવા રવાના

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશ્નર રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત સિનિયર સિટીઝન વોલીબોલશૂટીંગ સ્પર્ધા અમરેલી જિલ્લા કક્ષાએ અમરેલીની હનુમંત ટીમ પ્રથમ આવતા તેઓ હવે રાજયકક્ષાએ નડિયાદ મુકામે રમવા જવા અમરેલીથી રવાના થયેલ છે. અને આ ટીમને જિલ્લા રમત-ગમત અધિકારી કુરેશી તથા સ્ટાફગણે શુભકામના પાઠવેલ છે. આ ટીમના કેપ્ટન ગિરીશભાઈ એસ. ત્રિવેદી, વાઈસ કેપ્ટન રશ્મિનભાઈ બી. ત્રિવેદી તથા સુરેશભાઈ એસ. ત્રિવેદી, વિજય ડી. સરવૈયા અને નરેન્દ્રભાઈ ભટ્ટી તેમજ રામભાઈ જી. અગ્રાવત ટીમ સાથે રવાના થયેલ છે.
Recent Comments