સુરતમાં કામદારના પેટમાં ચપ્પુ મારી મોબાઈલ લુંટવાનો પ્રયાસ
બન્ને ભાઈઓ રામ પ્રતાપની ચાલ ગણેશનગર પાંડેસરામાં રહે છે. મૂળ યુપીના રહેવાસી છે. મીલમાં મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. છોટેલાલ પર હુમલો ગુરૂવારની રાત્રે લગભગ ૯ઃ૩૦ વાગે થયા બાદ સિવિલ લઈ જવાયા બાદ જાણ કરાઈ હતી. છોટેલાલએ જણાવ્યું હતું કે, હુમલાખોરો હિન્દીભાષી હતા. કશું પણ વિચારવાનો સમય ન આપ્યો સીધું પેટમાં ચપ્પુ મારી મોબાઈલ ઝૂંટવવાની કોશિષ કરી હતી. જાેકે હિંમતથી સામનો કરતા બન્ને ભાગી ગયા હતા. પેટમાંથી લોહી નીકળતા જમીન પર ઢળી પડ્યો હતો.
લોકોની મદદથી ૧૦૮માં સિવિલ આવતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાયો હતો. હાલ તબિયત સાધારણ છે. પોલીસને જાણ કરી દેવાય છે.સુરતના પાંડેસરા ય્ૈંડ્ઢઝ્રમાં રાહદારી બે યુવાનોએ મીલના કારીગરનું ચપ્પુથી પેટના ભાગે ઘા ઝીંક્યા હતાં. બાદમાં મોબાઈલ લૂંટવાની કોશિષ કરી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત છોટેલાલએ જણાવ્યું હતું કે, નોકરી પરથી ઘરે જતી વખતે રસ્તે ભેટી ગયેલા બે અજાણ્યા રાહદારીઓએ હુમલો કર્યો હતો. ઝપાઝપી કરતા બન્ને ભાગી ગયા બાદ ખબર પડી પેટમાં ચપ્પુ માર્યું છે. જેથી ૧૦૮ની મદદથી સિવિલ આવતા જીવ બચી ગયો હતો.
Recent Comments