જાફરાબાદના દરિયામાં લાપતા થયેલા માછીમારની લાશ 10 નોટિકલ માઈલ દૂરથી મળી આવી
અમરેલીના જાફરાબાદના દરિયામાં એક માછીમાર લાપતા થયો હતો. જેની લાશ મધ દરિયામાં 10 નોટિકલ માઈલ દૂરથી મળી આવી હતી. બંદર વિસ્તારના માછીમારીના ધંધા સાથે સંકળાયેલા માછીમારો સાથે નાની મોટી કેટલીક ઘટનાઓ બની જવાના કારણે તેઓના પરિવાર શોકમય બની જાય છે.
તારીખ 17ની રાતે જાફરાબાદના માછીમાર મનોજ બાંભણીયા સહિત કેટલાક માછીમારો બોટ લઈ માછીમારી કરવા ગયા હતા. ત્યારે મનોજભાઈ બાંભણીયા પવનના કારણે બોટમાંથી પડી દરિયામાં ડૂબી ગયા હતા. જેથી તેમની શોધખોળ શરૂ કરી હતી. કેટલાક દિવસોથી માછીમારો અને આસપાસના બંદરો આગેવાનોને એલર્ટ કરી આ માછીમારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માછીમારો દ્વારા લાશ મળ્યાની જાણ કરતા જાફરાબાદના માછીમારો બોટ લઈ દરિયામાં પહોચ્યા હતા. માછીમારની લાશને વતન જાફરાબાદ બંદર પર લાવવામાં આવી હતી. માછીમારના મોતને લઈ પરિવારમાં શોક છવાયો હતો.
Recent Comments