fbpx
ગુજરાત

જીતુ વાઘાણીની જાહેરાત, શાળાઓમાં તબક્કાવાર વૈદિક ગણિત ભણાવાશે

  ગુજરાત સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વૈદિક ગણિત દાખલ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ બુધવારે જાણીતા ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે જણાવ્યું હતું કે શાળાઓમાં તબક્કાવાર વૈદિક ગણિત રજૂ કરવામાં આવશે.

  રાજ્ય સરકારે કહ્યું છે કે વૈદિક ગણિત અંકગણિતની સમસ્યાઓ ઉકેલવા માટે એક સરળ અને ઝડપી રીત માનવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતની શાળાઓમાં દાખલ કરવામાં આવશે. જો કે, કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય હતો કે તે એક વૈકલ્પિક વિષય હોવો જોઈએ અને તે આધુનિક ગણિતને બદલી શકે નહીં જે હાલમાં શાળાઓમાં ભણાવવામાં આવે છે.શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આ વિષય શૈક્ષણિક વર્ષ 2022-23 થી વર્ગ 6 થી 10માં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે, જેથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો પ્રસાર કરી શકાય. તેમણે વધુમાં કહ્યું, “વૈદિક ગણિત વિષય પર વિદ્યાર્થીઓની પકડ મજબૂત થશે, વિષયને સમજવા માં પણ સરળતા રહેશે. વૈદિક ગણિત વિદ્યાર્થીઓને ગણિતમાં રસ કેળવતુ થશે.”વૈદિક ગણિત એ એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે જે અંકગણિતને સૂત્રોમાં એકીકૃત કરીને સરળ બનાવે છે. વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય કિરીટભાઇએ જણાવ્યું હતું કે, “આનાથી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો થશે અને આંકડાકીય પ્રશ્નોને ઝડપથી ઉકેલવામાં મદદ મળશે. વૈદિક ગણિતના વિવિધ સૂત્રોનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ જટિલ રકમો કરવા માટે કેલ્ક્યુલેટર પર નિર્ભર રહેશે નહીં.t

Follow Me:

Related Posts