fbpx
રાષ્ટ્રીય

અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભાજપે આ ખાસ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ઁસ્ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર યાદ કરી ટિ્‌વટ કર્યું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, ‘ભારતીય રાજનીતિના આદર્શ યુગપુરુષ, કરોડો ભાજપના કાર્યકરોના માર્ગદર્શક અને પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન પૂજ્ય શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન. રાષ્ટ્ર અને સંગઠનની સેવામાં સમર્પિત યુગદૃષ્ટ અટલજીનું જીવન આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર આજે બધા તેમને યાદ કરી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમના જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

Follow Me:

Related Posts