મુંબઈની એક લેબમાં ૧૨ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૪ડિસેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં મૂકાયેલા પ્રતિબંધો અનુસાર સવારે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી ૫ થી વધુ લોકોને જાહેર સ્થળોએ એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય જાે લગ્ન સમારોહ બંધ સ્થળોએ યોજવામાં આવી રહ્યા છે, તો ૧૦૦ લોકોને મંજુરી આપવામાં આવી છે.જ્યારે ખુલ્લા સ્થળોએ યોજવામાં આવશે ૨૫૦ થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં.
આ સાથે મહા વિકાસ અઘાડી સરકાર વધતા સંક્રમણને રોકવા માટે એક્શનમાં જાેવા મળી રહી છે. કોરોનાની નવી ગાઈન મુજબ અન્ય સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં ૧૦૦ થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ખુલ્લી જગ્યામાં જે-તે સ્થળની ક્ષમતાના ૨૫ ટકાથી વધુ લોકો ન હોવા જાેઈએ.તેમજ મળતા અહેવાલ અનુસાર નવા વર્ષની ઉજવણીને પગલે રેસ્ટોરન્ટ, જીમ, સ્પા, સિનેમા, થિયેટરોમાં પણ ૫૦ ટકા હાજરી અંગે જણાવવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના સંક્રમણને રોકવા માટે ક્રિસમસ માટે વિશેષ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.
આ ગાઈડલાઈન મુજબ ચર્ચમાં ઉપલબ્ધ બેઠક ક્ષમતાના ૫૦ ટકા સુધી લોકોને ક્રિસમસ ઉજવણી માટે મંજુરી આપવામાં આવી છે.ઉપરાંત ચર્ચમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના નિયમોનુ પાલન કરવાનુ રહેશે.કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યુ છે.જેને કારણે તંત્ર પણ હાલ એક્શનમાં જાેવા મળી રહ્યુ છે.સાથે જ નવા કોરોના વેરિઅન્ટ ઓમિક્રોને પણ ચિંતા વધારી છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મ્સ્ઝ્રએ નવા વર્ષની ઉજવણી પણ પ્રતિબંધ મુક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે.શહેરના દાદર (વેસ્ટ)માં આવેલી એક લેબમાં એકસાથે ૧૨ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા આ લેબ મ્સ્ઝ્ર દ્વારા સીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વધતા જાેખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરુપે હાલ પગલા લેવામાં આવી રહ્યા છે.
Recent Comments