વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે ૧૮૪.૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમૂર્હૂત
રાજ્ય સરકાર જનકલ્યાણના કામો માટે સતત પ્રયત્નશીલ હોવાની સાથે પારદર્શક અને પ્રમાણિક્તાથી કાર્યરત હોવાની પ્રતીતિ સુશાસન દિને થયા વીના રહેતી નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલ આપ્યો છે કે, મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સની વિભાવનાને સાકાર કરવા અને સુશાસન લાવવા માટે ગુજરાત સરકારે મહત્તમ સેવાઓનું ડિઝિટાઇઝેશન કર્યું છે. ડિઝીટલ ગુજરાત, આઇઆરઓ, ઓજસ, ગુજરાત ઇન્ફોર્મેશન, સારથી, આઇ-ખેડૂત, ઇ-ગુજકોપ, જીસ્વાન પોર્ટલ તેના ઉત્તમ ઉહાહરણો છે. તેથી સાથે સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
તેના જ ભાગ રૂપે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લામાં વિવિધ સરકારી વિભાગો દ્વારા નિર્મિત, આકાર પામનારા રૂપિયા ૧૮૪.૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. સાથે, પ્રધાનમંત્રી આર્ત્મનિભર નિધિ અંતર્ગત શેરી ફેરિયાઓને લાભોનું વિતરણ પણ કરશે. આ માટે સયાજીનગર સભાગૃહમાં સાંજના ૫ વાગ્યાથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયેના જન્મ દિને ઉજવાતા સુશાસન દિન નિમિત્તે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા મહાપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ સહભાગી બની શહેર અને જિલ્લાના નાગરિકોને રૂપિયા ૧૮૪.૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
Recent Comments