ખેડૂતો, પશુપાલકોને વિવિધ પ્રકારના યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાશે
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે એટલે કે આજે ૨૮ ડિસેમ્બરના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમરેલીના લીલીયા રોડ પર આવેલા નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન શ્રી સજ્જાદ હીરાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાનાર છે.
સવારે ૯:૩૦ થી ૧૨ કલાક દરમિયાન ખેડૂતો, પશુપાલકો, મત્સ્યપાલકો, સહકારી મંડળીના સભાસદો વગેરેને વિવિધ પ્રકારના યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવશે. તેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીને સાધનસામગ્રી સાથે સહાય વિતરણ વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને કૃષિ, પશુપાલન વિભાગનું પ્રદર્શન યોજાનાર છે.
કાર્યક્રમમાં અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત્મિત્રો ઉપસ્થિત રહેશે.



















Recent Comments