સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે દરેક કોલેજના સીસીટીવી કેમેરાના આઈડી પાસવર્ડ હોય તો યુનિવર્સિટીના અધિકારીઓ દરેક કોલેજ ઉપર પરીક્ષા દરમિયાન બાજ નજર રાખી શકે છે પરંતુ બાબરાની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, કોલેજાેમાં પરીક્ષાનું મોનિટરીંગ કરવામાં પણ યુનિવર્સિટીમાં લાલિયાવાડી ચાલી રહી છે. બાબરાની કોલેજમાં પેપર ફૂટવાની ઘટનાથી યુનિવર્સિટીના પરીક્ષામાં મોનિટરિંગના દાવા પોકળ સાબિત થયા છે.
કારણ કે, જાે યુનિવર્સિટીના સીસીટીવી કંટ્રોલરૂમમાં દરેક કોલેજના સીસીટીવી કેમેરાના આઈડી અને પાસવર્ડ હોય તો અહીંથી જ દરેક કોલેજમાં પરીક્ષા દરમિયાન ચાલી રહેલી ચહલપહલ જાેઈ શકાય છે પરંતુ બાબરાની કોલેજની ઘટનામાં પરીક્ષા અગાઉ જ સીસીટીવી કેમેરા કાઢી નાખવા છતાં યુનિવર્સિટીમાં કોઈને પણ ખબર ન પડી. પરીક્ષા દરમિયાનનું સીસીટીવી કેમેરાથી મોનિટરીંગ કરવાનો યુનિવર્સિટી દાવો કરી રહી છે પરંતુ હજુ પણ અનેક કોલેજાે એવી છે જેમણે યુનિવર્સિટીને પોતાના સીસીટીવી કેમેરાના આઈડી અને પાસવર્ડ આપ્યા જ નથી, અથવા આપીને પાસવર્ડ બદલી નાખ્યા છે છતાં યુનિવર્સિટી તંત્રમાં બધું લોલંલોલ ચાલી રહ્યું હોવાની સ્થિતિ છે.
અગાઉ ગોંડલની કોલેજમાંપણ માસ કોપીકેસ કરી રહેલા વિદ્યાર્થીઓની પણ યુનિવર્સિટીને જાણ ન હતી. બાદમાં સીસીટીવી જાેયા પછી ખબર પડી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક વખત દાવા કરાયા છે કે દરેક પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે છે, સૌરાષ્ટ્રની દરેક કોલેજના સીસીટીવી કેમેરાના આઈડી અને પાસવર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે હોવાથી તેના જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સંલગ્ન દરેક કોલેજાેની ગતિવિધિઓ જાેઈ શકાય છે પરંતુ બાબરાની સરદાર પટેલ લો કોલેજ દ્વારા પેપરલીક કાંડના ષડ્યંત્ર માટે પરીક્ષા પહેલા જ સીસીટીવી કેમેરા કાઢી નાખવામાં આવ્યા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો સહિત કોઈને ખબર ન પડી.
Recent Comments