fbpx
અમરેલી

અમરેલીના ભુરખીયા ગામે સરપંચે આકરી પ્રતિજ્ઞા લીધી

અમરેલીના ભુરખીયા ગામે સરપંચે હાથમાં હનુમાનજીના મંદિરનું ધૂપિયું લઇ આકરી પ્રતિજ્ઞા લીધી હતી કે 1 રૂપિયો ખાઇશ નહીં અને ખાવા પણ નહીં દઉં. સુપ્રસિધ્ધ ભુરખીયા હનુમાનજીના જયાં બેસણા છે, તે ભુરખીયા ગામ આજે અનોખી રીતે ચર્ચામાં છે. અહીના સરપંચ અને ગ્રામ પંચાયતના સતાધીશોએ એક એવો નિર્ણય લીધો છે, જે બીજા માટે પણ પ્રેરણારૂપ છે. સરપંચ અને તેના પતિએ ભુરખીયા હનુમાન મંદિરમા ધુપીયુ હાથમા લઇ ગામને વચન આપ્યુ છે કે પંચાયતનો એકપણ રૂપિયો પોતે પણ નહીં ખાય અને કોઇને ખાવા પણ નહી દે. ગ્રામ પંચાયતના તમામ નાણા માત્ર અને માત્ર લોકોની સગવડતા પાછળ વપરાશે. ભુરખીયા ગ્રામ પંચાયત તાજેતરમા સમરસ બની હતી. અહી સરપંચ તથા તમામ સાત વોર્ડમા મહિલા સદસ્ય બિનહરીફ બન્યાં છે. બલકે ગામ લોકોએ મહિલાઓના હાથમા જ વહિવટ સોંપવાનો નિર્ણય કર્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન અહી ચાર લોકો સરપંચનું ફોર્મ ભરવા તૈયાર હતા. પરંતુ રાત્રે ગામ લોકોની બેઠક મળી હતી. અને ગામના વિકાસ માટે નાણા મળે તેથી ગામ સમરસ બને તે માટે ચર્ચા હાથ ધરાઇ હતી.
અહીના રમેશભાઇ અરજણભાઇ બારડ ભુરખીયા હનુમાન પર અખુટ આસ્થા ધરાવે છે. ગામ લોકો તેમના નામ પર સહમત થયા હતા. સામાપક્ષે રમેશભાઇએ પણ ગામ લોકોને વચન આપ્યુ હતુ કે તેઓ હનુમાનજીની સાક્ષીએ વચન આપશે કે ગ્રામ પંચાયતની જે પણ આવક હોય, ગ્રાંટ આવે કે કોઇપણ બાબતમાથી એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહી કરે. પોતે પંચનો પૈસો નહી ખાય અને તે જ રીતે કોઇને ખાવા પણ દેશે નહી. સરપંચ પદ મહિલા અનામત હોય તેમના પત્ની કૈલાસબેને ફોર્મ ભર્યુ હતુ, અને ગામ સમરસ થયુ હતુ. જેને પગલે આજે ભુરખીયા હનુમાન મંદિર ખાતે ગામ લોકોની ઉપસ્થિતિમા જ જાહેર કાર્યક્રમ યોજાયો હતો. સરકાર ગ્રામિણ વિસ્તાઓ મા વિકાસ માટે મોટી ગ્રાંટ ફાળવી રહી છે. ઠેકઠેકાણે આવી ગ્રાંટનો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. નબળા કામો થઇ રહ્યાં છે.
ગામના સરપંચ કૈલાશબેન અને તેમના પતિ રમેશભાઇ બારડે જણાવ્યું હતુ કે ગામમા રખડતા ઢોરના ખુબ ત્રાસ છે. આવા ઢોર માટે એક ગૌશાળા બનાવવી છે. ગામને સારા રસ્તા મળે, આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી થાય અને સફાઇનો પ્રશ્ન ઉકેલાય તે માટે કામ કરીશું. દર વર્ષે પાણીનો પ્રશ્ન ઉભો થાય છે. બંધારા તુટી ગયા છે તે બનાવી ગામના નાના તળાવને ઉંડુ ઉતારવામા આવશે.

Follow Me:

Related Posts