fbpx
અમરેલી

બાબરાના કરિયાણા-ખંભાળા માર્ગ પરથી દેશી બનાવટના તમંચા સાથે ર આરોપીની અટકાયત

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્‍પાદન, ઉપયોગ, સંગ્રહ, વેંચાણ કે હેરાફેરી ન થાય તે માટે અમરેલી પોલીસ દ્વારા સ્‍પેશ્‍યલ ડ્રાઈવ-ઝુંબેશ રાખવામાં આવેલ હોય, જેના ભાગરૂપે અમરેલી સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ દ્વારા કોમ્‍બિંગ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે બાબરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી એક લોખંડનો દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે બે ઇસમને ઝડપી લીધા હતા.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્‍હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્‍કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે એસઓજીટીમ એ.ટી.એસ. ચાર્ટર લગત બાબરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, કરિયાણા-ખંભાળા ગામના રોડ પર આવેલ ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં આવેલ ધાર ઉપર બે ઇસમ ઉભા છે અને તેની પાસેગેરકાયદેસર (હથિયાર અગ્નિશસ્ત્ર) છે અને તે કોઇ ગુન્‍હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્‍યાને કોર્ડન કરી રેઇડ કરતા એક લોખંડનો દેશી બનાવટનો તમંચો(અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે જાહેદશા ગુલાબશા શાહમદાર, ધંધો- હિરા ઘસવાનો તથા રધુવિરભાઇ ભીમદાસભાઇ ગોંડલીયા ધંધો.વેપાર, રહે. બંને કરીયાણા, (તા. બાબરા), નામનાં બે ઈસમને રૂા .ર000નાં મુદ્‌ામાલ સાથે ઝડપી પાડેલ હતા.

Follow Me:

Related Posts