અમરેલી

અમરેલી શહેરમાં સા.કુંડલા રોડ રેલ્વે ફાટક થી સોમનાથ મંદિર સુધીનો રોડ ખાડા ખડીયા વાળો ખખડધજ બની ગયો : પરેશ ધાનાણી


અમરેલી શહેરમાં સા.કુંડલા રોડ ફાટક થી સોમનાથ મંદિર સુધીનો રોડ ખાડા ખડીયા વાળો ખખડધજ બની ગયો છે,આ રોડ પર રોજના હજારો મુસાફરો અવર–જવર કરે છે, અમરેલી જિલ્લાનું વડુ મથક હોવાથી તમામ કચેરીઓ તથા જિલ્લાની મુખ્ય હોસ્પિટલ અમરેલી ખાતે આવેલ છે, તો વડામથકે પહોચવા માટે લોકોને ખુબ જ હાલાકી વેઠવી પડે છે.ખરાબ રોડના કારણે દર્દીઓને અમરેલી હોસ્પિટલો સુધી પહોચવામાં પણ હાલાકી થાય છે, ખરાબ રોડ રસ્તાને કારણે લોકોના વાહનોની આવરદા પણ ઘટી જાય છે, અને મેઈન્ટેનસ ખર્ચ પણ વધી જાય છે, આ સા.કુંડલા રોડ ફાટક થી સોમનાથ મંદિર સુધીના રોડને ત્વરીત મરામત કરવાની રજુઆત અમરેલી કાર્યપાલક ઈજનેર માર્ગ–મકાન વિભાગ (સ્ટેટ)ને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરેલ છે

Follow Me:

Related Posts