અમરેલી શહેર આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સદબુદ્ધિ પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન
અમરેલી શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને માં સરસ્વતીના શુભ આશિષ તેમજ ભ્રષ્ટ ભાજપ સરકારને માતાજી સદબુદ્ધિ આપે એ માટે માં સરસ્વતી સાધના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય, જુના માર્કેટ યાર્ડ ખાતે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વારંવાર ફૂટતા પેપરના કારણે શિક્ષિત બેરોજગાર યુવાન વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ જાય છે. તો વિદ્યાર્થીઓના હિત માટે અને ભાજપની ભ્રષ્ટ સરકારને માં સરસ્વતી સદબુદ્ધિ આપે એવા હેતુથી આમ આદમી પાર્ટી અમરેલી શહેર દ્વારા માં સરસ્વતી સાધના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી શહેર પ્રમુખ ભાર્ગવભાઈ મહેતા, અમરેલી તાલુકા પ્રમુખ જયદીપભાઇ પાંચાણી, જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઉકાણી, શહેર મહિલા પ્રમુખ ચેતનાબેન સેંજલીયા, મધુબેન બગડા, અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ મિલનભાઈ સાવલિયા, રવિભાઈ ધાનાણી, શહેર ઉપપ્રમુખ પ્રિતેશભાઈ ચૌહાણ, અરવિંદભાઈ નાકરાણી, વાળોદરા અશ્વિનભાઈ, પંકજભાઈ રોકડ, મુકેશભાઈ તેરૈયા સહિતના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments