ગુજરાત

સુરતમાં દુબઈ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી આવેલ વધુ ૪ સંક્રમિત થયા

હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા તમામને ૭ દિવસ ક્વોરન્ટાઇનમાં રાખ્યા બાદ ઇ્‌ઁઝ્રઇ કરાવવાનો હોય છે જેથી હીરા વેપારીનો પણ ૧૯ ડિસેમ્બરે આરટીપીસીઆર કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમને પ્રાઇવેટમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમના સેમ્પલ જીનોમ માટે લેવામાં આવ્યા હતા. દરમિયાનમાં જીનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોન ડે. મેયર દિનેશ જાેધાણીને કોરોના થતાં તેમના સંપર્કમાં આવેલા કોર્પોરેટરો અને કાર્યકરો સહિત ૬૦ લોકોના મંગળવારે આરટીપીસીઆર કરાશે.

આ તમામને પાલિકા દ્વારા હોમ આઇસોલેશનમાં રહેવા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ મહામંત્રી કિશોર બિંદલ પણ પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરાયા હતા. જેમાં તેમની પત્ની પોઝિટિવ આવી હતી. ઉલ્લેખનીય છે કે કિશોર બિંદલને બીજી વેવમાં પણ કોરોના થયો હતો.સુરતમાં ઓમિક્રોનનો ત્રીજાે કેસ નોંધાયો છે. બોત્સવાનાથી પરત આવેલા રાંદેરના વરિયાવ રોડ ખાતે રહેતા હીરા વેપારીના જીનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા ૬૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

બીજી તરફ સોમવારે શહેરમાં કોરોનાના નવા ૨૨ જ્યારે જિલ્લામાં એક કેસ નોંધાયો હતો. શહેરમાં આવેલા ૨૨ પૈકી ૩ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જેમાં પાલનપુર પાટિયાની વિદ્યાકુંજ સ્કૂલ અને કેપી કોમર્સ કોલેજની વિદ્યાર્થિની તથા ડીઆરબી કોલેજના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. કોલેજના બંને વિદ્યાર્થી ફુલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત દુબઈ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી પરત આવેલા ૪ પણ પોઝિટિવ છે. તેમજ પાલનપુર કેનાલ રોડ પરના એક જ પરિવારના બે વ્યક્તિઓને પણ કોરોના થયો છે. રાંદેર વરીયાવી રોડ ખાતે રહેતા ૩૨ વર્ષીય હીરા વેપારી ૧ ઓક્ટોબરે બોત્સવાના ગયા હતા. ૧૧ ડિસેમ્બર સુધી તેઓ ત્યાં રોકાયા હતા. ૧૧મીએ યુથોપિયન એરલાઇન્સમાં ભારત આવ્યા હતા. ૧૨ ડિસેમ્બરે દિલ્હી ઉતર્યા બાદ એરપોર્ટ ખાતે તેમનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીથી તેઓ ઇન્ડિગો એરલાઇન્સમાં સુરત આવ્યા હતા અને ટેક્સી કરીને ઘરે પહોંચ્યા હતા.

Related Posts