ગુજરાત

હાલોલની યુવતી પર બે લોકોએ દુષ્કર્મ ગુજાર્યુંની ફરિયાદ

હાલોલની ઉમા સોસાયટીમાં રહેતા ર્નિમલ પટેલ સહિત ૬ યુવક-યુવતી ૧૭ નવેમ્બરે બર્થડે સેલિબ્રિટી કરવા કારમાં વડોદરાના સમામાં આવેલા વુડીજાેન્સ પિત્ઝામાં આવ્યાં હતાં, જ્યાં પિત્ઝા સ્ટોરના સંચાલક હાર્દિક નટુભાઇ પંચાલ સાથે ર્નિમલે તમામની ઓળખાણ કરાવી હતી અને તમામે પિત્ઝા સાથે પીણું પીધું હતું. મોડી રાત્રે સાથે આવેલા એક યુવક અને યુવતી એક્ટિવા પર, જ્યારે કિશોરી સાથે હાર્દિક પંચાલ અને અન્ય મિત્રો ર્નિમલની કારમાં હરણી પાસે આવેલી હોટલમાં ગયાં હતાં.

કિશોરીને હાર્દિક પંચાલ અને ર્નિમલ પટેલ જબરદસ્તીથી રૂમમાં લઈ ગયા હતા, જ્યાં કિશોરીએ પ્રતિકાર કરતાં ર્નિમલે ગુસ્સામાં ટેબલ ઊંચકીને ફેંક્યું હતું. દરમિયાન ર્નિમલ રૂમમાંથી બહાર નીકળી જતાં હાર્દિકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેણે ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને અને તારાં માતા-પિતાને મારી નાખીશ. કિશોરીએ આ અંગે અન્ય મિત્રોને કહેતાં મોડી રાત્રે ર્નિમલની કારમાં તમામ હાલોલ આવ્યા હતા. જ્યાં કિશોરીને ઘરે મૂકવા જતી વખતે કાર દાવડા પાસે એક ટ્રક પાછળ પાર્ક કરી ર્નિમલે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તેને ઘરે છોડી ગયો હતો.

દરમિયાન ૧૯ ડિસેમ્બરે કિશોરી પર નરાધમ હાર્દિકનો ફોન આવ્યો હતો અને તેને વડોદરા બોલાવી હતી અને નહીં આવે તો તારો સ્ક્રીનશોટ ઈસ્ટાગ્રામ પર વાઇરલ કરી દઈશ, એમ કહેતાં કિશોરી હાલોલથી બસમાં ગોલ્ડન ચોકડી પહોંચી હતી, જ્યાં હાર્દિક કાર લઈ આવ્યો હતો અને તેને કોઈ અવાવરૂ જગ્યા પર રૂમમાં લઈ ગયો હતો. જ્યાં બે દિવસ સુધી કિશોરી પર દુષ્કર્મ આચરી ત્રીજા દિવસે કિશોરીને રૂા.૫૦ આપી ગોલ્ડન ચોકડી મૂકી ભાગી ગયો હતો. કિશોરી હાલોલ આવ્યા બાદ પરિવારજનોએ પૂછતાં તેણે ઘટના કહેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આખરે કિશોરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાર્દિક અને ર્નિમલ પટેલ વિરુદ્ધ અપહરણ, પોક્સો, ગુનાહિત કાવતરા સહિત જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી બંનેને હાલોલમાંથી ઝડપી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી. મારી પુત્રી સાથે બનેલી ઘટનાથી અમારો પરિવાર ડઘાઈ ગયો હતો. મારી પુત્રીને સાચવવી મુશ્કેલ હતી. અમને ડર હતો કે તે કંઇ ખોટું પગલું ન ભરી લે. મારી પુત્રી સાથે બનેલી ઘટના કોઈ અન્ય સાથે ન બને, તેથી આરોપીઓને સજા થવી જાેઈએ, પણ અમે લાચાર હતા. ન્યાય કેવી રીતે મેળવીએ. એ વખતે જાણે ભગવાને રસ્તો સુઝાડ્યો અને રાત્રે ઘરે બોલાવી ઘટનાની હકીકત કહી હતી તેમજ અમને ન્યાય અપાવવા મદદ માગી હતી. આખરે મોડી સાંજે બંને નરાધમો સામે પોલીસ ફરિયાદ થઇ જતાં અમને હવે ન્યાય મળવાની આશા જાગી છે. મને અને મારા પરિવારને ગેંગરેપનો ભોગ બનનારની ફરિયાદ લેવાઈ છે. કિશોરીનું હાલોલથી અપહરણ કરી વડોદરા લઈ જઈ હરણી પાસે હોટલમાં અને હાલોલ કારમાં દુષ્કર્મ કર્યું છે. આરોપીઓની અટકાયત કરી છે. કિશોરીને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઈ છે.હાલોલની ૧૬ વર્ષીય કિશોરી સહિત ૬ યુવક-યુવતી બર્થ ડે સેલિબ્રેશન માટે વડોદરાના સમામાં આવેલા પિત્ઝા રેસ્ટોન્ટમાં આવ્યાં હતાં. જ્યાં પિત્ઝા સાથે કેફી પીણું પીવડાવ્યા બાદ રેસ્ટોરન્ટ ચલાવતા યુવકે હરણી પાસેની હોટલમાં લઈ જઈ કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી હાલોલના યુવકે કારમાં પરત જતી વખતે દાવડા પાસે કારમાં કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. કિશોરીએ બે નરાધમ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.

Related Posts