વિદ્યાર્થીઓને આપાતા ટેબ્લેટ ડિલિવરી આપતા પહેલા ટેસ્ટિંગ કરાતા ફેઈલ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ટેબ્લેટ આપવા માટે એક મંત્રી અને આઈએએસ અધિકારી વચ્ચે ગજગ્રાહ હતો. મંત્રીને ટેબ્લેટ આપવાનો કોન્ટ્રાક્ટ કોઈ બીજી ખાનગી કંપનીને આપવો હતો અને આઈએએસ અધિકારીને કોઈ બીજી કંપનીને આપવો હતો. આ મુદ્દે બંને વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો હતો. કંપનીએ ૩ લાખ ટેબ્લેટ ૨ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં આપવાના હતા. વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ એમ બે શૈક્ષણિક વર્ષમાં ત્રણ-ત્રણ લાખ ટેબ્લેટ આપવાનાં બાકી છે. કુલ ૬ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનાં બાકી છે.
ઓનલાઇન સ્ટડી ચાલે છે ત્યારે જ ટેબ્લેટ સમયસર ન મળતા વિદ્યાર્થીઓ વધુ મુશ્કેલી અ્નુભવી રહ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. રાજ્ય સરકારે ટેબ્લેટનું સેમ્પલ ફેઇલ થયું તો સામાન્ય રીતે અન્ય કંપનીને ઓર્ડર આપવો જાેઈએ, પણ સેમ્પલ ફેઇલ થયા પછી પણ ફરી વખત ટેબ્લેટ બનાવવાનો ઓર્ડર તે કંપનીને જ આપવામાં આવ્યો છે. હવે આ કંપનીના ટેબ્લેટ કેવા નીકળશે તે વિદ્યાર્થીઓના નસીબ પર છોડવું રહ્યું.કોરોનાને કારણે ઓનલાઇન એજ્યુકેશનને વધુ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે ત્યારે છેલ્લા એક વર્ષથી ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ પૂરા પાડવામાં ન આવ્યાં હોવાની ગંભીર બેદરકારી બહાર આવી છે.ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતની કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના યુગમાં ટેકનિકલ સુવિધા પૂરી પાડવા માત્ર રૂ. ૧ હજાર ભરીને ટેબ્લેટ પૂરાં પાડવાની યોજના અમલમાં છે. આ યોજનામાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રણ લાખ ટેબ્લેટ આપવાના બાકી જ છે, પણ ગયા વર્ષ ૨૦૨૦-૨૧નાં પણ ત્રણ લાખ ટેબ્લેટ આપવાનાં બાકી છે. આ ત્રણ લાખની રાજ્ય સરકારને ડિલિવરી કરતા પહેલાં જ ટેસ્ટિંગ માટે મોકલાયેલું સેમ્પલ જ ફેઇલ થતાં વિદ્યાર્થીઓને હજુ ટેબ્લટે મળશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ટેબ્લેટના ટેન્ડર આપવાના મુદ્દે જ એક મંત્રી અને એક આઈએએસ અધિકારી વચ્ચે ગજગ્રાહ હતો. રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ વસ્તુની ખરીદી થાય તે પહેલાં તેની ક્વોલિટી ચેક કરવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટે ઈઊડ્ઢઝ્ર (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર)ખરીદાયેલી વસ્તુની ચકાસણી કરે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના ટેબ્લેટ આપવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીએ ત્રણ લાખ ટેબ્લેટ કોરોનાને કારણે ૨ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં આપવાના હતા. આ ડિલિવરી પેટે કંપનીએ પ્રથમ ૫૦ હજાર ટેબ્લેટની બેચની ડિલિવરી કરવા સેમ્પલ ટેસ્ટ કરવા ગુજરાત સરકારને જાણ કરી હતી. નિયમ પ્રમાણે કંપનીના ગોડાઉન પર એક લાખે બે સેમ્પલ ટેસ્ટ થાય અને સરકાર પાસે ડિલિવરી આવે ત્યારે એક લાખે ૫ સેમ્પલ ટેસ્ટિંગ થાય. કંપનીના ગોડાઉન પર તૈયાર કરાયેલા ટેબ્લેટનું સેમ્પલ તાજેતરમાં કરાયું હતું. આ સેમ્પલનું સરકારનો ઈઊડ્ઢઝ્ર ટેસ્ટ કરતાં નિયત ધોરણો પ્રમાણે ટેબ્લેટે પર્ફોર્મન્સ આપ્યું નહીં, વારંવારના પ્રયત્નો છતાં ટેબ્લેટે પર્ફોર્મન્સ ન આપતાં છેવટે ફેઇલ કરાયું હતું. સેમ્પલ જ ફેઇલ થતા એક વર્ષથી રાહ જાેતા ૩ લાખ વિદ્યાર્થીને ટેબ્લેટ માટે વધુ રાહ જાેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Recent Comments