fbpx
રાષ્ટ્રીય

૨૦ હજાર કરોડનો ગોટાળો પનામા પેપર્સમાં ખૂલ્યો

આ કૌભાંડ સંબંધમાં લીધેલા પગલાંની વિગતો પણ આપી હતી. બ્લેક મની એક્ટ અને આવકવેરા અધિનિયમ હેઠળ વિવિધ કોર્ટમાં ૪૬ ફરિયાદો પણ થઈ ચૂકી છે. ૮૩ જેટલા કેસમાં સર્ચ અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું સીબીટીડીના જણાવ્યા મુજબ આ કેસ સંદર્ભમાં વેરાકીય આવક પણ શરૂ થઈ ચૂકી છે. જેમની સામે ફરિયાદો થઈ છે તેમની પાસેથી સીબીડીટી રૂપિયા ૧૪૨ કરોડની વેરા વસૂલી કરી ચૂક્યું છે. કોર્ટમાં કેસ કાર્યવાહી આગળ વધશે તેમ તેમ આવક વધશે. પનામા પેપર્સ કૌભાંડ બહાર આવ્યાને પાંચ વર્ષનો સમય વીતી ગયો છે. વિશ્વભરના કરવેરા અધિકારીઓ આ કૌભાંડ હાથ લાગ્યા પછી વેરો અને દંડ મળીને ૧.૩૬ અબજ ડોલરની રકમ વસૂલ કરી ચૂક્યા છે..

પનામા પેપર્સનો ભાંડો ફૂટતાં ભારતના કરવેરા સત્તાવાળાએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડની બિનહિસાબી મિલકતો શોધી કાઢી હતી. આ કેસ તે ભારતના ધનવાનો પોતાના નાણાં ટેક્સ હેવન સુધી કઈ રીતે પહોંચાડી દેતા હોય છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે. એક આરટીઆઇના અહેવાલમાં સીબીડીટીએ જણાવ્યું છે કે જૂન ૨૦૨૧ સુધી સત્તાવાળાએ આ કેસમાં ભારત અને ભારત બહાર રૂપિયા ૨૦,૦૭૮ કરોડની મિલકતો શોધી કાઢી હતી.પનામાની લો ફર્મ મોસાક ફોનેસ્કા પાસેથી મેળવેલા ૧.૧૫ કરોડ દસ્તાવેજાે આધારે આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ કોર્ન્સોટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સંગઠનના નેજા હેઠળ વિશ્વના ૧૦૦ જેટલા મીડિયા પાર્ટનર્સ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૧૬માં અખબારોમાં આ કૌભાંડ છવાઈ ગયું હતું.

Follow Me:

Related Posts