દેશમાં ઈ-વ્હીકલમાં ગુજરાતને પાછળ રાખી આસામ આગળ
પેટ્રોલ-ડિઝલની ખપત ઓછી થાય તે માટે કેન્દ્ર સરકારે ઇ-વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપ્યુ છે. કેન્દ્ર સરકારે ઇ વાહનોના ઉત્પાદન માટેની સ્કિમ માટે રૂા.૨૫,૯૩૮ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ઇ વાહનો માટે ચાર્જીગ સ્ટેશન બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. બેટરીની કિમત ઓછી થાય તે માટે પણ કેન્દ્ર સરકારે ઉત્પાદન સબંધિત સ્કિમને મંજૂરી આપી દીધી છે.ઇલેક્ટ્રીક વાહનો પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત તો એછેકે, ઇલેકટ્રીક વાહનો માટે ટોલ ટેક્સ પણ માફ કરવા કેન્દ્રએ વિચારણા કરી છે.
પરંતુ ગુજરાતમાં માત્ર ૨૭ ચાર્જિંગ સ્ટેશનો ઉભા થઈ શક્યાં છે. યુપીમાં ૨.૫૮ લાખ અને દિલ્હીમાં ૧.૨૬ લાખ ઇ વાહનો છે. ટચુકડા રાજ્ય આસામમાં પણ કુલ ૪૪.૪૫ લાખ વાહનો છે પણ તેમાં ૪૩,૭૦૭ ઇ વાહનો છે. જયારે ગુજરાતમાં ૧,૯૭,૮૦,૭૭૧ કુલ વાહનો છે જેમાં માત્રને માત્ર ૧૩,૨૭૦ જ ઇ વાહનો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઇ વાહનના વપરાશમાં પાછળ રહ્યુ છે. ઇ વાહનોના વપરાશમાં ગુજરાત કરતાં હરિયાણા, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોએ સારો દેખાવ કર્યો છે. હવામાં પ્રદુષણ ઓછુ થાય અને પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઓછો થાય તે અંગે ગુજરાતમાં હજુય ખુદ સરકારની જ ઢીલી નીતિ રહી છે તે વાત જાણે પ્રસ્થાપિત થઇ રહી છે. નીતિ અંતર્ગત ઁઁઁ ધોરણે જાહેર ઇલેક્ટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન વિકસાવવામાં આવશે. જેમાં ૩૦૦ જગ્યાએ છસ્ઝ્ર દ્વારા ૧ મહિના માટે ૧ રૂપિયા પ્રતિ ચોરસ મીટરથી જગ્યા આપવામાં આવે. બીજા કોઈ કામ માટે જગ્યાનો ઉપયોગ કરી શકાશે નહીં.
ટાઉન પ્લાનિંગ અને વિકાસ ચાર્જમાંથી મુકિત આપવામાં આવશે. ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અલગથી બજેટની જાેગવાઈ કરવામાં આવશે.પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે અને હવામાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલ શરૂ કરાયા છે. એટલું જ નહીં, ઇ-વ્હિકલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે પણ ગુજરાત સરકાર આ મામલે ઢીલુ વલણ અખત્યાર કરીને બેઠી છે પરિણામે એવી સ્થિતી સર્જાઇ છેકે, ઇલેકટ્રીક વ્હીકલના વપરાશમાં ટયુકડા રાજ્ય આસામે પણ વિકસીત ગણાતા ગુજરાત રાજ્યને પાછળ ધકેલ્યુ છે. રાજ્યમાં ૧૩,૨૭૦ ઈ-વ્હીકલ સામે માત્ર ૨૭ ચાર્જિંગ સ્ટેશન છે. શિયાળુ સંસદ સત્રમાં કેન્દ્ર સરકારે દેશમાં ઇ-વ્હીકલના વપરાશના લઇને રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં એવુ જણાવાયુ છે કે, દેશમાં યુપી અને દિલ્હીમાં ઇ-વ્હીકલ સૌથી વધુ સંખ્યામાં છે.
Recent Comments