ભાવનગર

આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે યોજાનાર વાર્ષિકોત્સવની તડામાર તૈયારીઓ

ગોહિલવાડના ગૌરવરૂપ વિરાસત લોકશાળા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે યોજાનાર વાર્ષિકોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. આ પ્રસંગે સંવેદનશીલ તબીબ ચિંતક શ્રી યુનુસ વીજળીવાળા સંબોધન કરશે.


આંબલા ખાતે રવિવાર તા.૯ – ૧ -૨૦૨૨ સવારે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાનો વાર્ષિકોત્સવ યોજાશે. જે માટે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર તડામાર તૈયારીઓ થઈ રહી છે.


ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણાર સંસ્થાના આ સંયુક્ત વાર્ષિકોત્સવ પ્રસંગે સંવેદનશીલ તબીબ ચિંતક શ્રી યુનુસ વીજળીવાળા સંબોધન કરશે. 


સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે તથા નિયામક શ્રી સુરશંગભાઈ ચૌહાણના માર્ગદર્શન સાથે શ્રી રાજુભાઈ વાળા, શ્રી વાઘજીભાઈ કરમટિયા, શ્રી ડાયાભાઈ ડાંગર અને સંસ્થા પરિવાર આયોજનમાં રહેલ છે.

Follow Me:

Related Posts