અમરેલીના લાઠી માર્ગ ઉપર ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા ર રીક્ષા સળગી ઉઠી

અમરેલીના લાઠી રોડ પર ટ્રાફિકથી ધમધમતી વલ્લભચેમ્બરની સામે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આકિસ્મક આગથી આજુ બાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાઇપલાઇન પાસે ઉભેલી બે રીક્ષા ભડભડ સળગવા લાગી હતી.
ગેસની પાઇપલાઇનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આગની જવાળા આકાશમાં ઉંચે સુધી છવાયેલ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના અધિકારી શિયાણી, પાલીકાના પ્રમુખ પતિ ચંદુભાઈ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા સહિતના ઘટના સ્થલે દોડી ગયેલ હતા. આગને કાબુમાં લેવામાં આવેલ હતી. ફાયર ફાઈટર સમયસર ઘટના સ્થલે પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી. પાસે ઉભેલી બે ભાર રીક્ષા આગની ઝટપટમાં આવી જતા ભડભડ સળગી ઊઠેલ હતી. અચાનક લાગેલી આગને જોઇને આસપાસ લોકો ભેગા થઇ ગયા હતા. અમરેલી થી લાઠી જવાનો મેઇન રોડ હોવાને કારણે ત્યાંથી પસાર થતા વાહન પણ આગને જોઇને ચોંકી ગયા હતા અને પોતાના વાહનને આગથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
ગેસની પાઇપલાઇનમાં આગની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જોકે, રીક્ષામાં કોઇ મુસાફર સવાર ના હોવાને કારણે તેમજ આગ લાગી ત્યારે આસપાસ કોઇ વ્યક્તિત હાજર ના હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણીશકાયુ નથી.
જાણવા મળતી માહિતી મુજબ આ ગુજરાત ગેસની પાઈપ લાઈન ખુલી હોય અવાર નવાર લોકો દ્વારા ઘ્યાન દોરવા છતાપણ ગંભીરતા દાખવવામાં ન આવતા આજે આગની ઘટના બની હોવાની ચર્ચા ઊઠેલ હતી. આટલી હદે બેદરકારી દાખવનાર ગુજરાત ગેસ સામે જન સલામતી માટે પગલાં ભરવા નગર પાલીકાએ પોલીસને રજુઆત કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.
Recent Comments