fbpx
ગુજરાત

સુરત ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓ દ્વારા બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો

સુરતના સાંસદ અને ટેક્સટાઈલમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પોતે પણ માને છે કે જીએસટી ૧૨% કરવાને કારણે ટેકસટાઇલ ઉદ્યોગમાં ભારે મુશ્કેલી પડી શકે છે છતાં પણ સરકાર સંશોધનો પણ માનતી ન હોય એવું દેખાઈ રહ્યું છે. જીએસટી કાઉન્સિલ દ્વારા એટલી પણ અહીં ધરપત નથી આપવામાં આવી કે તમે કરેલી રજૂઆત અંગે અમે ફેરવિચારણા કરીશું. એક તરફ વેપારીઓની રજૂઆત કરતા રહ્યા અને જીએસટી કાઉન્સિલના અધિકારીઓ મૌન સેવીને બેસી રહ્યા હતા, જેને કારણે વેપારીઓમાં સતત રોષ વધતો રહ્યો છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે.

અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા ર્નિણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.ટેકસટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ (ફોસ્ટા) દ્વારા આજે શહેરની તમામ ૧૭૦ કાપડ માર્કેટની ૭૦ હજારથી વધુ દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આજે માર્કેટ જડબેસલાક બંધ રાખવામાં આવ્યું છે. વેપારીઓએ રોષપૂર્વક દુકાનો બંધ રાખી છે.

ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા પર વિરોધના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા છે. ય્જી્‌ના ૫%થી વધારીને ૧૨% કરવામાં આવશે છે. જીએસટી કાઉન્સિલમાં સુરતના વેપારીઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. સતત વિરોધ કર્યા બાદ પણ જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ હકારાત્મક વલણ ન દાખવતાં આખરે ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા આજે સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. માર્કેટના વેપારીઓમાં જીએસટીને લઈને ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts